આજ રોજ પાટણ જીલ્લામાં આવેલ સરસ્વતી તાલુકાના વામેયા ગામ ખાતે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો શુભારંભ સમારંભના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપૂત પૂર્વ ચેરમેન જી.આઈ.ડી.સી. ગુ.રા.ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે “પહેલું સુખ તે જાતે નર્યા “ આ આરોગ્ય કેન્દ્ર સમગ્ર વામેયા ગામ અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવા માટે આરોગ્યમંત્રીશ્રી અને આ કાર્યમાં સહયોગ કરનાર સહુનો ખુબ ખુબ આભાર અને અભિનંદન સાથે તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી કે.સી.પટેલ પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી ભાનુમતીબેન મકવાણા જીલ્લા પંચાયત પ્રમુખ પાટણ, શ્રી સોવનજી ઠાકોર પાટણ જીલ્લાના ઉપપ્રમુખ, શ્રી જસુભાઇ પટેલ પાટણ જીલ્લા ઉપપ્રમુખ, શ્રી મોહનભાઈ પટેલ પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ, શ્રી મહિપતસિંહ રાજપૂત ચેરમેન શિક્ષણ સમિતિ જીલ્લા પંચાયત પાટણ, શ્રી ગોવિંદભાઈ માલધારી દંડક જીલ્લા પંચાયત પાટણ, શ્રી મંગાજી ઠાકોર પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ પાટણ, શ્રી ભાવેશભાઈ જોષી ડીરેક્ટર ગુ.રા. કલ્યાણ બોર્ડ ગાંધીનગર, શ્રી રમેશજી ઠાકોર સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ, શ્રી પ્રવિણભાઈ ચૌધરી મહામંત્રી, શ્રી લાલજીભાઈ દેસાઈ મહામંત્રી, શ્રી વિરેશભાઈ વ્યાસ જીલ્લા સંગઠન ભાજપ, શ્રી વિષ્ણુભાઈ પટેલ C.D.H.O પાટણ, શ્રી મીતેશભાઇ પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર સરસ્વતી, ડૉ. સેફલીબેન પ્રજાપતિ મેડીકલ ઓફીસર વામેયા, શ્રી વિક્રમસિંહ ઠાકોર સિદ્ધપુર તાલુકા પંચાયત પુર્વપ્રમુખ, શ્રી વિજયસિંહ દરબાર સરસ્વતી તાલુકા પંચાયત સદસ્ય, સરસ્વતી તાલુકા ભાજપ ઉપપ્રમુખ એમ.ડી. દરબાર, શ્રી દલાજી દરબાર સરપંચશ્રી વામેયા ગ્રામ પંચાયત, શ્રી રઘુભા દરબાર ડેપ્યુટી સરપંચશ્રી વામેયા ગ્રામ પંચાયત, શ્રી નટુભાઈ મહારાજ, સરસ્વતી તાલુકા ભાજપના આગેવાનો, સમસ્ત વામેયા ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો આ શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – નરપત સિંહ સોલંકી