રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાંથી ચોરીના ગુનામાં પકડાયેલી 2 આરોપી મહીલા ફરાર

Views 194

રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાંથી ચોરીના ગુનામાં પકડાયેલી 2 આરોપી મહીલા ફરાર

રાજકોટ શહેરનાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાંથી આજે સવારે ચોરીના ગુનામાં પકડાયેલી બે આરોપી મહીલા પીએસઓ અને મહીલા કોન્સ્ટેબલની નજર ચુકવી ભાગી જતાં દોડધામ  મચી ગઈ હતી. ઘણી વાર તપાસ કરવા છતાં બન્ને આરોપી મહીલા ન મળતા આખરે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે પ્ર.નગર પોલીસે ચોરીના ગુનામાં કાજલબેન કાનાભાઈ દાતણીયા અને પુજાબેન કાનાભાઈ દાતણીયાની   ધરપકડ કરી હતી. આ બન્ને આરોપી મહિલાને પીએસઓ રૂમની પાછળ આવેલા ઈન્ટ્રોગેશન કમ ઈન્વેસ્ટીગેશન રૂમમાં રાખવામાં આવી હતી. બન્ને આરોપી મહિલાઓ સાથે એક એક  નાનુ છોકરા પણ હતા. આજે સવારે સફાઈ કામદાર આવતા બન્ને આરોપી મહીલાને ઈન્વેસ્ટીગેશન રૂમમાંથી બહાર મોકલી પીએસઓની સામે આવેલા ટેબલ સામે બેસાડવામાં આવી હતી. 
આ વખતે પીએસઓ તરીકે ફરજ બજાવતા એએસઆઈ બીપીનદાન રતીદાન ગઢવી અને મહિલા લોક રક્ષક મિતલબેન વજુભાઈ ગોહીલ ઓફીસ વર્ક કરવામાં મશગુલ હતાં એ દરમિયાન  બન્નેની નજર ચુકવી બન્ને આરોપી મહીલા ભાગી ગઈ હતી.  થોડીવાર પછી જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આજુ-બાજુના વિસ્તારમાં બન્ને આરોપી મહિલાની પોલીસે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો નહી  મળતા આખરે એએસઆઈ ગઢવીએ ફરીયાદી બની આઈપીસી કલમ 224 મુજબ ગુનો દાખલ કરાયો હતો.
                                                                                                                                                                                                                                                                                                                                                                અહેવાલ ઈલા મારૂ 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *