Views 208
જીસીએસ હોસ્પિટલની ફાર્માસિસ્ટ મહિલાને લમણે હથિયાર તાકી ઢસડીને 76,૦૦૦ના દાગીના લૂંટી લીધા
અમદાવાદના પૂર્વ રિવરફ્રન્ટ ઉપર આજે સવારે જીસીએસ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતી મહિલા સાઇકલિંગ કરતી હતી. તે સમયે બાઇક પર આવેલા શખ્સે ગાંધી બ્રિજ નીચે પાછળથી ટી શર્ટ પકડીને મહિલાને રોકી હતી અને લમણે હથિયાર તાકી દોરો લૂંટી લીધો હતો બાદમાં છરો બતાવીને ઢસડીને મહિલાના કાનમાંથી બુટ્ટી સહિત કુલ રૂ. ૭૬,૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે અમદાવાદના બાપુનગરમાં હિરાવાડી પાસે શિલ્પ રેસિડેન્સીમાં રહેતા અને જી.સી.એસ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતા જયશ્રીબેન નિમેષકુમાર શાહે ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી કે મહિલા અને તેમના પતિ સવારે લો-ગાર્ડન ખાતે મોર્નિંગ વોક કરીને આવ્યા બાદ રિવરફ્રન્ટ ઉપર મોબાઇલ એપથી સાઇકલ લીધી હતી બાદમાં મહિલા સાઇકલ લઇને રિવરફ્રન્ટ ઉપર જતી હતી અને પતિ ચાલતા ચાલતા આવતા હતા.
જ્યાં મહિલા ગાંધી બ્રિજ નીચે મેટ્રોની કામગીરી ચાલતી હતી ત્યાં ઢાળ પરથી પસાર થતા હતા. આ સમયે બાઇક પર આવેલા શખ્સે પાછળથી ટી શર્ટ પકડીને મહિલાને રોક્યા બાદ લમણે હથિયાર તાકીને દોરો લૂંટી લીધો હતો અને છરો બતાવીને કાનમાંથી બુટ્ટી કાઢવાનું કહેતા મહિલા બુટ્ટી કાઢે તે પહેલા ઢસડીને બુટ્ટીની લૂંટ ચલાવીને આરોપ ભાગી ગયો હતો બાઇક સવાર આરોપી મહિલા પાસેથી રૂ. ૭૬,૦૦૦ના દાગીના લૂંટીને નાસી ગયો હતો. આ ઘટના અંગે ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – કિરણગીરી ગોસ્વામી
Happy
0 0 %
Sad
0 0 %
Excited
0 0 %
Sleepy
0 0 %
Angry
0 0 %
Surprise
0 0 %