પાટણ જીલ્લામાં એ. સી. બી. પોલીસ દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઈ
પાટણ જીલ્લામાં એ. સી. બી. પોલીસ દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઈ. એસીબી પોલીસ અને આમ જનતા સહીત વિદ્યાર્થીઓ પણ આ તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા. અને આ સુત્રો દ્વારા “જય જવાન જય કિસાન” અને “દેશ પ્રેમની જ્યોત જગાવો હર ઘર તિરંગા લહેરાવો”ના અવાજથી આખું પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ ની શાનદાર પ્રદર્શન સાથે ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જીલ્લા એ. સી. બી. પોલીસ દ્વારા 75 માં આઝાદી મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે જાહેર કરવામાં આવેલ પરિપત્ર મૂજબ હર ઘર તિરંગા સાથે પાટણ એ. સી. બી. પોલીસ મથકે થી તિરંગા યાત્રા રેલી બાઈક સાથે “જય જવાન જય કિસાન” અને “ભારત માતા કી જય”ના નારા લગાવ્યા હતા. જેમાં પાટણ એ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે. પી. સોલંકી ની આગેવાની હેઠળ આ રેલી યોજાઈ હતી ત્યારે હાંસાપુર ડેરી થી સિદ્ધપુર ચોકડી થઈ પરત એ.સી.બી. ઓફીસ પરત આવી હતી જેમાં પોલીસ જવાનો અને આમ જનતા સહિત વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક. જી આર ડી. હોમ ગાર્ડ. એ પોતાની તિરંગા પ્રત્યે અપાર પ્રેમ અને આગવી ઓળખ ઉભી કરી હતી જેમાં આમ જનતા માટે કદાચ દેશને આઝાદીના 75 વર્ષ સુધી આજે પહેલી વખત સમગ્ર દેશમાં અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર ઘર તિરંગા યાત્રા રેલી યોજીને તારીખ 13.14.15 ઓગષ્ટ સુધી ગુજરાતમાં એક કરોડ જેટલા તિરંગા લહેરાશે અને ગુજરાત નું ગૌરવ અનુભવ થશે. “દેશ પ્રેમની જ્યોત જગાવો હર ઘર તિરંગા લહેરાવો” ત્યારે સમગ્ર ગુજરાત માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ની અઘ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાત માં તિરંગા યાત્રા રેલી નો પ્રારંભ કરાયો છે ત્યારે પાટણ એ.સી.બી. દ્વારા પણ તિરંગા યાત્રા રેલી યોજી આઝાદી મહોત્સવ અંતર્ગત દેશવાસીઓ માટે તિરંગા નું મહત્વ સમજાવ્યું હતું.