યુવકની લાશ મળી:પત્નીને વર્ધિમાં જાઉં છું કહી નીકળેલા યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ, પોલીસે તપાસ શરુ કરી 

Views 181

યુવકની લાશ મળી:પત્નીને વર્ધિમાં જાઉં છું કહી નીકળેલા યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ, પોલીસે તપાસ શરુ કરી 

     મહેસાણા જીલ્લામાં આવેલા લાંઘણજ વિસ્તારમાં આજે એક યુવકની લાશ મળી આવેલ છે. યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા  કરાયેલી હાલતમાં મળી આવી હતી. જેનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ તપાસ માટે દોડી આવી હતી. ત્યારે હાલમાં હત્યા કોને અને ક્યાં કારણે કરી એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

      મહેસાણા જીલ્લાના લાંઘણજમાં રહેતા પટેલ પરેશ કુમાર જે મહેસાણાના પટેલ મેહુલની ઓફિસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરી પોતાનું જીવન ગુજરી રહ્યા હતા. 30 જુલાઈ સાંજે આઠ વાગ્યે મૃતકને કોઈનો ફોન આવતા પત્ની ભાવિકાને કહ્યુ હતું કે, હું વર્ધીમાં જાઉં છું એમ કહી પોતાની ગાડી લઇ ઘરેથી નીકળ્યા હતા.
મહેસાણાના લાંઘણજ ગામે રહેતા પટેલ પરેશ કુમાર વર્ધીમાં ગયા પછી ઘણાં સમય પર્યાત પણ ઘરે પરત ન આવતા પત્નીએ પતિને અનેકવાર ફોન કર્યા છતાં ફોન લાગ્યો ન હતો. બાદમાં મૃતકની પત્નીએ સમગ્ર મામલે તેના ભાઈને જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં અને સગા સબધીઓમાં શોધખોળ ચાલુ કરી હતી.
આ દરમિયાન આજે બપોરે બાર વાગ્યે પરિવારને જાણ થઈ હતી કે, લાંઘણજ થી આખજ ગામની સીમમાં યુવકની લાશ પડી છે. જેથી પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ યુવક મૃતક હાલતમાં મળી આવતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
​​​​​​​પરેશને અજાણ્યા કોઈ ઈસમોએ અગમ્ય કારણોસર ઘાતક હથિયારો વડે માથાના અને શરીરના ભાગે ઉંડા ઘા મારી લોહીલુહાણ કરી હત્યા કરી હતી. ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળેથી યુવકની ગાડી પણ મળી આવી છે. હાલમાં મહેસાણા એલસીબી ટીમ, લાંઘણજ પોલીસ સહિતની ટીમો હત્યારાઓને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
                                                                                                                                                                               અહેવાલ – ગાયત્રીબેન ઝાલા 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *