પાટણ શહેરમાં કોલેજ આવેલી યુવતી પર તેના જ મંગેતરે જીવલેણ હુમલો કર્યો,

Views 273

પાટણ શહેરમાં કયારેય ના બની હોય તેવી એક ઘટના બની છે. પાટણ શહેરની કોલેજમાં ભણવા આવતી એક યુવતીને તેના જ મંગેતરે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ હતી, તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જે હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. આ અંગે યુવતીના દાદાએ પાટણ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાટણ પોલીસે યુવતીનાં મંગેતર તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાટણ જીલ્લાનાં એક ગામની યુવતી પાટણની બી.ડી. સાર્વજનિક કોલેજમાં બી.એસ.સી.નાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. આ યુવતી તા.22-9-22નાં રોજ પાટણ ખાતે પરીક્ષા આપવા માટે કોલેજ આવી હતી. અને તેનાં દાદા પાટણનાં માર્કેટયાર્ડમાં ગયા હતા. ત્યારે તેમના ગામનાં એક વ્યક્તિએ તેમને ફોન કરીને યુવતી પાટણની બી.ડી. હાઇસ્કુલ આગળ કોઇ માથાકુટ થતાં વાગ્યું છે તેવી જાણ કરી હતી, ત્યારે યુવતીના દાદા કોલેજ આવ્યા હતા અને પુછપરછ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે, કોઇક છોકરાઓએ બાઇકથી ટક્કર મારતાં આ યુવતીને ઇજાઓ પહોંચી છે, આ ઘટના બાદ કોલેજનો સ્ટાફ પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે. ત્યારબાદ યુવતીના દાદા હોસ્પિટલ આવીને તેને પુછતા યુવતીએ હકીકત જણાવી હતી.

આ યુવતીએ પોતાના દાદાને જણાવ્યા પ્રમાણે તેની સગાઇ જેની સાથે કરવામાં આવી હતી, તેના મંગેતર અને તેની સાથે આવેલા બે છોકરાઓ બાઇક લઇને બી.ડી. હાઇસ્કૂલમાં આવ્યા હતા, અને યુવતીની રેકી કરતા હતા. જેવી આ યુવતી કોલેજની બહાર નીકળી કે તરત જ ત્રણે જણાએ એકબીજાને ઇશારા કરીને યુવતી તરફ ઇશારો કર્યો હતો. ત્યારબાદ તેના મંગેતરે તેને જાનથી મારી નાંખવાના ઇરાદાથી બાઈક વડે જોરદાર ટક્કર મારતાં યુવતી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તેના ઉપર બાઇક ચઢાવવાની કોશીષ કરી હતી. પરંતુ આ દરમિયાન હોબાળો થતા ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. તે પછી કોલેજના સ્ટાફે યુવતીને હોસ્પિટલમાં લઇ ગયા હતા.

આ ઘટનાનું કારણ ઇજાગ્રસ્ત યુવતીના દાદાના કહેવા મુજબ એવું છે કે, આજથી લગભગ બે વર્ષ પહેલા આ યુવતીની સગાઇ ચેખલા ગામના યુવક સાથે કરી હતી. ત્યારબાદ તેનો મંગેતર યુવતીને ન ભણવા માટે દબાણ કરીને તેને વારંવાર હેરાન કરતો હતો. જેના કારણે યુવતીએ એક વર્ષ ભણવાનું પણ બંધ કરી દીધું હતું. તેમ છતાં તેનો મંગેતર મોબાઇલ ફોનથી પણ ગાળાગાળી કરીને હેરાન કરતો હતો. આજથી આશરે સાત મહીના પહેલા તેનો મંગેતર તેમનાં ઘરે છરી લઇને આવ્યો હતો અને યુવતીને કહ્યું હતું કે, કોલેજમાં જઇશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ પણ આપી હતી. આ યુવતી ભણવામાં હોંશીયાર હોય તેઓ ભણાવવા માગતા હતા. ત્યારે તે વખતે મંગેતરના પિતાએ બાંહેધરી આપી હતી. આ યુવક યુવતીને વધારે હેરાન કરતો હોવાથી તેની સાથે કરેલી સગાઇ પણ તોડી નાખવાની વાત થઇ હતી અને છેલ્લા મહીનાથી યુવતીએ તેની સાથે વાતચીત પણ કરતી ન હતી. તેમ છતાં તેના મંગેતરે પોતાના બે મિત્રોને લઇને આવ્યો હતો અને આ યુવતીને જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *