પાટણની રાધે ગેલેક્સી સોસાયટીમાં પાલિકા દ્વારા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટર કનેક્શનનાં જોડાણ ન આપતાં રહીશોને પાણીના નિકાલ માટે ભારે હાલાકી

Views 207

પાટણ જીલ્લાની નગરપાલિકા વોર્ડ નંબર 11માં આવેલી રાધે ગેલેક્સી સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી ભૂગર્ભ ગટરના કનેક્શનના જોડાણ આપવામાં ન આવતા ત્યાં રહેતા રહીશોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. રાધે ગેલેક્સી સોસાયટીના રહીશોએ ભેગા મળીને પાટણની પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જો ટૂંક સમયમાં કનેક્શન જોડાણ કરવામાં નહીં આવે તો નગર પાલિકા ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાટણ શહેરના રાધે ગેલેક્સી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ ગટર લાઈનના કનેક્શનનું ત્યાનાં રહીશોને જોડાણ આપવામાં ના આવતા રહીશોને પાણી નિકાલ માટે ભારે મુશ્કેલી પડી રહી છે.

અનેકવાર સોસાયટીનાં લોકોએ નગરપાલિકાને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગર પાલિકા દ્વારા સમસ્યા હલ ના થતા બુધવારની રાત્રે સોસાયટીના તમામ રહીશો એકત્ર થયા હતા, અને સમસ્યાના નિવારણ માટે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કોંગ્રેસનાં કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા, દિપકભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકરોને સ્થળ ઉપર બોલાવી આ વિશે રજૂઆત કરી હતી. ધારાસભ્ય દ્વારા રાત્રે જી.આઇ.ડી.સીના અધિકારી સાથે વાત કરતાં બે દિવસમાં સમસ્યાનો નિવારણ લાવવા કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સોસાયટીના રહીશો દ્વારા જો બે દિવસમાં કનેક્શનનું જોડાણ આપવામાં નહીં આવે તો નગર પાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *