પત્નીના ખભે બેસાડીને સરઘસ કાઢ્યું….અફેરની સજા:MPના દેવાસમાં બોયફ્રેન્ડના ઘરેથી મળી પત્ની, પતિએ વાળ ખેંચીને પછાડી-મારી

Views 158

પત્નીના ખભે બેસાડીને સરઘસ કાઢ્યું….અફેરની સજા:MPના દેવાસમાં બોયફ્રેન્ડના ઘરેથી મળી પત્ની, પતિએ વાળ ખેંચીને પછાડી-મારી

     મધ્યપ્રદેશના દેવાશમાં પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાતની જાણ થતાં પતિએ તમામ હદો પાર કરી દીધી હતી. પહેલા તો પતિએ તેને ખૂબ મારી, વાળ ખેંચીને જમીન પર પછાડી. ત્યાર પછી તે જ પત્નીના ખભે બેસી ગયો અને આખા ગામમાં સરઘર કાઢ્યું હતું. પત્નીને ચંપલની માળા પહેરાવી. મહિલા તેના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. દેવાસ પોલીસના એડિશનલ SP સૂર્યકાંત શર્માએ જણાવ્યું હતું કે પતિ સહિત 11 લોકો સામે FIR નોંધવામાં આવી છે. મહિલાનાં 3 બાળક પણ છે.

     ઘટના દેવાસ જિલ્લાના પુંજાપુરાના બોરપડાવ ગામમાં એક દિવસ પહેલાંની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મહિલા એક સપ્તાહ પહેલાંથી તેના ઘરેથી ગાયબ હતી. પતિએ તેને ઘણો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના મળતાં અંતે ઉદયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રવિવારે કોઈની પાસેથી માહિતી મળી કે પત્ની ગામમાં જ તેના પ્રેમીના ઘરે છે. પતિ અને સાસરીવાળા લોકો પ્રેમીના ઘરે પહોંચ્યા હતા. પતિને આવતા જોઈને મહિલા છુપાઈ ગઈ હતી. આરોપીઓએ તેને બહાર કાઢી અને આખા ગામની સામે ઢોરમાર માર્યો. માત્ર એક-બે લોકોને બાદ કરતાં બાકી બધા લોકો તમાશો જોતા હતા.

*બાળકોએ પ્રેમી સાથે જોઈ તો પિતાને જાણ કરી દીધી
પોલીસે મહિલાને હાલ પિયર મોકલી દીધી છે. 15 વર્ષની ઉંમરે મહિલાના લગ્ન થયા હતા. હવે 30 વર્ષની ઉંમરની મહિલાની મોટી દીકરી 13 વર્ષની છે. બીજી દીકરી 10 વર્ષની અને દીકરો 8 વર્ષનો છે. થોડા દિવસ પહેલાં બાળકોએ મહિલાને તેના પ્રેમી સાથે જોઈ હતી અને આ વાત તેમણે તેમના પિતાને જણાવી દીધી હતી. આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યાર પછી મહિલા ઘર છોડીને જતી રહી હતી.

એક-બે લોકોને બાદ કરતાં બાકી બધા તમાશો જોતા હતા.
                                                                 એક-બે લોકોને બાદ કરતાં બાકી બધા તમાશો જોતા હતા. 

*11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ઉદયનગર પોલીસે આરોપી મુકેશ, છીતારામ, રાહુલ, નાનુરામ, ગબ્બર, બાલુ, ભોલિયા, ધર્મેન્દ્ર, કરણ અને છોટુ નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. દરેક લોકો એ જ ગામના સ્થાનિકો છે. ગ્રામીણ ASP સૂર્યકાંત શર્માએ જણાવ્યું હતું કે અજાણ્યા લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અત્યારસુધી 8 લોકોની ધરપકડ કરી છે.

પતિ અને સાસરીવાળા લોકોએ ભેગા થઈને મહિલાને ખૂબ માર માર્યો.
                                                પતિ અને સાસરીવાળા લોકોએ ભેગા થઈને મહિલાને ખૂબ માર માર્યો.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *