આમ આદમી પાર્ટી પંજાબના ધારાસભ્ય તેમજ ટીમ દ્વારા ઓટલા બેઠક દ્વારા પ્રચાર

Views 452

ગુજરાત રાજ્યમાં જયારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શરૂઆતથી જ ૪૧ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. ત્યારે પંજાબ રાજ્યના ખેમ કરન વિસ્તારના ધારાસભ્યશ્રી સરવણ સિંઘ તેમજ તેમની ટીમ દ્વારા અનોખી ઓટલા બેઠક યોજવામાં આવી હતી.

પંજાબ રાજ્યના અનેક વિસ્તારમાં જેવાકે, તુણા,રામપર, ભીમાસર, અજાપર, વરસામેડી, માંથક, સંઘડ, વંડી, મેઘપર, બોરિચી વગેરે ગામડાઓમાં ઓટલા બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી તેમજ પંજાબ સરકારની ઉપલબ્ધિઓ તેમજ સેવાઓ થકી સામાન્ય જનતાને કેટલા લાભ મળે છે, તેમની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી. તેમજ આ ઓટલા બેઠકમાં આમ આદમી પાર્ટી વતીથી જીતેન્દ્ર ચોટારા, રાજેશ છાંગા, શામજીભાઈ આહીર તેમજ અન્ય કાર્યકરો પણ જોડાયેલ હતા.

અહેવાલ – કિરણગીરી ગોસ્વામી

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
33 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *