નકલી રેમડેસિવિરનું આણંદમાં ધૂમ વેચાણ કરનાર શાહી મેડિકલના નઈમબાનુની પણ ધરપકડ

Views 64

                                                                                                                  નઇમબેન વોરા એક ઇંજેકશન પર 200 રૂપિયાનું કમિશન લેતા હતા.    
                                                                        નઇમબેન વોરા એક ઇંજેકશન પર 200 રૂપિયાનું કમિશન લેતા હતા. - Divya Bhaskar

               તપાસમાં ધનિયાવી પાસેના રાઘવપુરા ફાર્મ હાઉસમાં ન્યૂમોનિયાના એન્ટીબાયોટિક ઇન્જેક્શન પર જાણીતી ફાર્મા કંપનીઓના રેમડેસિવિર ઇન્જેક્શનના બોગસ સ્ટિકર લગાવી નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી વિવેક માહેશ્વરીને પકડી લીધો હતો. તેની તપાસમાં બહાર આવ્યું હતું કે વિવેકે તેના અમદાવાદમાં થલતેજમાં રહેતા ભાગીદાર નિતેશ જોષીની સાથે મળી આ નકલી રેમડેસીવીર ઇન્જેકશનની ફેકટરી શરૂ કરી હતી અને બંને ભેજાબાજોએ છેલ્લા 10 દિવસમાં અમદાવાદ અને વડોદરા તથા આણંદમાં 1160 નકલી ઇંજેકશનો વેચી માર્યા હતા.

                                                                                                                               આણંદના ઈસ્માઈલ નગરમાં આવેલ શાહી મેડિકલ સ્ટોર                       
                                                                                         આણંદના ઈસ્માઈલ નગરમાં આવેલ શાહી મેડિકલ સ્ટોર

            પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ન્યૂમોનિયાની દવાની બોટલ પર સ્ટીકર લગાવી નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવી બજારમાં વેચી રહ્યા હતા. માત્ર રૂા.150 ની દવા પર નકલી સ્ટીકર લગાવી રેમડેસિવિર ઇન્જેકશનના બહાને તેઓ 4 હજારમાં વેચતા અને ત્યારબાદ વચેટીયા તેમનું કમિશન ચઢાવી એક ઇન્જેકશન 16 હજારથી 20 હજારમાં વેચી દેતા હતા. પોલીસે આણંદના જતીન પટેલને વિવેક મારફતે નકલી ઇન્જેક્શન વેચનારી આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતી મહિલા નઇમ બાનુને પણ ઝડપી લીધા હતા .

વડોદરામાં અને આણંદમાં 370 નકલી ઇંજેકશન વેચાયા
વિવેક, નિતેશે નકલી ઇંજેકશનો બનાવ્યા બાદ નિતેશે 700 ઇંજેકશન અમદાવાદમાં વેચ્યા હતા જયારે વિવેકે 370 ઇંજેકશન આણંદના જતીનને વેચ્યા હતા અને ત્યાંથી વડોદરામાં વેચાયા હતા. 150 રુપીયાનું એન્ટીબાયોટીક ઇંજેકશન તે નકલી સ્ટીકર લગાવી 4 હજારમાં વેચતા હતા ટોળકીએ આણંદ વડોદરા અને અમદાવાદમાં 1160 ઇંજેકશન વેચ્યા હતા. જયારે 2200 ઇંજેકશન પોલીસે કબજે કર્યા હતા.

આણંદના નઇમબેન ઇનજેક્શન પર રૂ. 200નું કમીશન લેતા હતાં
આણંદ : આણંદના નઇમબેન વોરાની પુત્રવધુએ ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો અને તેણે ભાલેજ રોડ પર ઇસ્માઇલ નગરમાં શાહી મેડીકલ સ્ટોર શરુ કર્યો હતો. જો કે પુત્રવધુ સગર્ભા થતાં નઇમ બેન વોરા મેડીકલ સ્ટોર પર બેસતા હતા. જયાં ડી કે એજન્સી ચલાવતો વિવેક મહેશ્વરી દવા સપ્લાય માટે આવતો હોવાથી નઇમબેન વોરા અને વિવેક વચ્ચે ઓળખાણ થઇ હતી. દરમિયાન આણંદના જયમન એજન્સીના જતીન પટેલને ઇંજેકશનની જરુર હોવાથી તેણે ઓળખીતા નઇમબેન વોરાને પુછતાં તેણે વિવેક મહેશ્વરીનો સંપર્ક કરાવ્યો હતો નઇમબેન વોરા એક ઇંજેકશન પર 200 રૂપિયાનું કમિશન લેતા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *