ખેરાલુ હાઇવે ઉપરથી સ્ટેટ આઇબીનો બનાવટી લેટર લઇ ફરતા 5 ઝડપાયા

Views 63

                                                                              
                                                                                       પોલીસે આઇબીમાં ચકાસણી કરતાં 2021માં આવો કોઇ લેટર ન અપાયો હોવાનું બહાર આવતાં ફરિયાદ નોંધાઈ

        ખેરાલુ પોલીસે પાંચ શખ્સોને રોકી તપાસ કરતાં અા શખ્સોઅે સ્ટેટ અાઇબીનો લેટર પોલીસને બતાવ્યો હતો જે લેટર શંકાસ્પદ લાગતાં વર્ષ 2021માં અાવો કોઇ લેટર ન અપાયો હોવાનું જાણવા મળતાં પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

         પીઅેસઅાઇ અેમ.અેન.જાદવ, હે.કો.જગજીવનભાઇ, પો.કો. અજીતસિંહ સહિતનો સ્ટાફ શીતકેન્દ્ર પાસે અાવેલ સામુહિક અારોગ્ય કેન્દ્ર ત્રણ રસ્તા પાસે ચેકીંગ કરી રહ્યો હતો જ્યાં સાંજે પાંચ વાગ્યે ઇકો ગાડી નં. જી.જે.09.બી.જી.0575 ને રોકી તલાશી લેતાં ડ્રાઇવર સિવાય બેઠેલ ચાર શખ્સો હિન્દી ભાષા બોલતા હતા અને ચાલકની પૂછપરછ કરતાં તેણે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરના સિક્કા તથા નામવાળો અંગ્રેજીમાં લખાણવાળો લેટર બતાવ્યો હતો જેમાં અેડીશનલ ડી.જી.અોફ પોલીસ(ઇન્ટેલિજન્સ) ગુજરાત સ્ટેટની સહીવાળો અને ગોળ સિક્કાવાળો હતો જે લેટર પોલીસને શંકાસ્પદ લાગતાં પૂછપરછ કરતાં તેઅો મોબાઇલ નેટવર્ક કંપની કોસ્મો ઇન્ફ્રા સોલ્યુશનના માણસો હોવાનું જણાવ્યું હતું.

        પોલીસ દ્વારા ઝેરોક્ષ લેટર બાબતે ગાંધીનગરની કચેરીઅેથી માહિતી મેળવતાં અાવો કોઇ લેટર વર્ષ 2021માં અાપેલ ન હોવાનું જણાવ્યું હતું.જેથી પોલીસે ચાલક પ્રજાપતિ કેતન બેચરભાઇ(જામળા, તા.હિંમતનગર), શર્મા સુનિલદત્ત હંસરાજ, રાજગોર રાજેન્દ્રસિંહ રામક્રિષ્ણ, શર્મા વિપનકુમાર રોમેશચંદ્ર, શર્મા કુલદીપકુમાર અશોકકુમાર(મુળ રહે. કટારા, જમ્મુ-કાશ્મીર, હાલ. મહેતાપુરા, તા.હિંમતનગર વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અા શખ્સોના નિવેદનમાં હિન્દીભાષી ચાર શખ્સોઅે અા લેટર તેમના શેઠ પટેલ પિયુષભાઇ ચંદ્રકાન્તભાઇઅે વોટસઅપથી અાપ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *