દીપિકા રણવીરના ક્યારે થશે બાળકો અને શું રાખશે નામ ? અભિનેતાએ કરી મનની વાત

Views 63

રણવીરસિંહ તેના બાળક માટે બનાવી રહ્યો છે નામોનું લિસ્ટ

બાળકને લઈને રણવીરસિંહે ટીવી શોમાં કરી મનની વાત

બોલીવુડ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. લોકો આ દંપતી તરફથી કોઈ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાની પ્રેગ્નન્સીની અફવાઓ પણ ઘણી વખત સામે આવી છે. પરંતુ હવે રણવીરે તેના ચાહકોની મૂંઝવણનો અંત લાવીને એક જાહેરાત કરી છે. રણવીર સિંહે તેના ટીવી શોના પહેલા જ દિવસે એક ઘટસ્ફોટ કર્યો છે. આ શોમાં રણવીરે સ્પર્ધકોને કહ્યું તમે લોકો જાણો છો કે હું પરણી ગયો છું અને હવે મને 2-3 વર્ષમાં બાળકો થશે. હું દરરોજ તમારા ભાભીના નાનપણના ફોટો જોઉં છું, હું કહું છું કે બસ આવી જ એક મને પણ મળી જાય તો મારી જિંદગી પણ સેટ થઈ જાય. અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે પોતાના ભવિષ્યના બાળકો માટે નામોનું લિસ્ટ પણ તૈયાર કરી રહ્યો છે. તેણે કહ્યું હું નામોને શોર્ટલિસ્ટ કરી રહ્યો છું. આ શોના વીડિયોમાં જોઈ શકાય છે કે રણવીરસિંહ તેના જ સુપર ડુપર સોંગ પર શાનદાર ડાન્સ કરી રહ્યો છે.
રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર ટૂંક સમયમાં ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મ 83માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટી સાથે ફિલ્મ ‘સર્કસ’માં પણ જોવા મળશે.  આ સાથે સાથે ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મો પણ રિલીઝ થશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *