જ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના મચ્છરજન્ય રોગની આફત ઉતરી છે.
ઓનલાઇન, ઓફલાઇનથી માંડી અમદાવાદ, રાજકોટમાં ‘વૈદ્ય‘નો રાફડો ફાટયો
સ્ટીરોઇડ્ઝ વિનાની ફાકી, પડીકી, ગોળી ‘એકથી પાંચ જ દિવસમાં દર્દ મટાડે‘ના દાવા
આધુનિક તબીબી વિજ્ઞાાન આ રોગની કોઈ જ ચોક્કસ દવા ન હોવાનું કહે છે ત્યારે ચિકનગુનિયાથી આવતા તાવ, સોજા અને ખાસ કરીને સાંધા, સ્નાયુઓના દુખાવાને ચપટીમાં જ મટાડી દેવાની ફાકી, પડીકી અને ગોળી સ્વરૂપની ‘દવા‘નો એવો રાફડો ફાટયો છે કે, જાણે ચિકનગુનિયાની લોકો પર પડી રહેલી આફતને રોકડી કરી લેવાના અવસરમાં ખપાવાની હોડ જામી છે. એક અંદાજ મુજબ, રાજ્યમાં આ પ્રકારે કોઈનાય નિયંત્રણ વિના વેચાઈ રહેલી ‘દવા‘નું કરોડોનું બજાર શરૂ થયું છે.
‘ઓર્થો નીલ‘ નામની આવી જ એક દવા પાવડર સ્વરૂપે ચિકનગુનિયાની અક્સીર દવા તરીકે ખૂબ ફેલાઈ છે. માત્ર ઓનલાઈન જ ખરીદી શકાય અને તેમાંય ન્યૂનતમ 50 પાઉચનો ઓર્ડર લેવાય. બાબાજી હર્બલના ઉત્પાદનવાળી આ દવાના પેક પર કઈ કઈ જડીબુટ્ટીઓમાંથી તે બનાવી તેનું લિસ્ટ હોય છે. પરંતુ, ચિકનગુનિયાના દર્દથી કણસતા અનેક લોકોના કહેવા મુજબ, આ પાઉડર લો તેના 24 કલાક તો જાદુ થાય તેમ દર્દ જતું રહે છે પરંતુ તે પછી પહેલા જેવું જ અસહ્ય દર્દ પાછું આવે છે. આવી હાલત રાજકોટ, અમદાવાદમાંથી કહેવાતા વૈદ્ય દ્વારા અપાતી આયુર્વેદિક ગોળીઓની છે. રૂ. 100થી 150માં દસ ગોળી મળે અને પાંચ દિવસનો ડોઝ. જો દર્દ ન જાય તો બીજા પાંચ દિવસ લેવાની. આમાંય ફરિયાદ એ જ છે કે, દસ દિવસ પછી ય દર્દ તો એનું એ જ હોય છે. પ્લોસ પેથોજેન જર્નલમાં ડેબરા લેન્સશોના જણાવ્યા મુજબ, એલોપથીના મતે મચ્છરથી થતો રોગ છે અને તેમાં સાંધા અને સ્નાયુનો અસહ્ય દુખાવો રહે છે. આ વાઇરસના ચેપનો ભોગ બનેલા 30થી 60 ટકા લોકોને ચેપ લાગ્યાના મહિનાઓ સુધી આ દુખાવો રહે છે. આ ઈન્ફેક્ટ થયા બાદ આ વાઇરસ શરીરમાં સતત રેપ્લિકેટ થયા કરતો હોવાથી તેની કોઈ જ અક્સીર સારવાર હજુ સુધી શોધાઈ નથી. માત્ર તાવ અને દુખાવાથી રાહત મેળવવાની, સતત આરામ કરવાની અને ખૂબ લિક્વિડ લેવાની જ સલાહ એલોપથીમાં અપાય છે.
આયુર્વેદમાં ચિકનગુનિયા અલાયદો રોગ નથી
આયુર્વેદની પ્રેક્ટિસમાં ચિકનગુનિયાની અલાયદી અને ખાસ સારવાર નથી. તેમાં મસુરિકા, સન્નિપાત જ્વર સાથે તેને જોડવામાં આવ્યો છે. ત્રિદોષ વૃદ્ધિ અને પ્રકોપના કારણે સન્નિપાત થતો હોવાનું કહેવાયું છે. એલોપથીની જેમ આમાં પણ માત્ર સાંધા, સ્નાયુના દુખાવા અને તાવનો જ ઉપચાર થાય છે. ચિકનગુનિયા થવાના મૂળ કારણની કોઈ જ દવા નથી, તેમ કહેવાય છે.
ડ્રગ્સ કંટ્રોલર નહીં પણ ફૂડ કંટ્રોલરની માન્યતા
ચિકનગુનિયાની દવા તરીકે વેચાતી જે માન્ય બ્રાન્ડ છે તેના પેકેટ્સ પર હ્લજીજીછૈંની માન્યતા હોવાનો દાવો કરાય છે. હ્લજીજીછૈં એ ફૂડ્ઝ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ તો તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોની માન્યતા માટેની સત્તા છે. આની મંજૂરી ખોરાક તરીકે મળી છે. જ્યારે તેનું વેચાણ દવા તરીકે કરાય છે. દવાની મંજૂરી તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા અપાય છે. આમ, જેને કેન્દ્ર સરકારે દવા તરીકે ગણી નથી તે જ અક્સીર દવા તરીકે વેચાય છે.
HBN TV NEWS