છેલ્લે 83 ફિલ્મના ટ્રેલર રિલીઝ થયું ખરું

Views 155

83 ફિલ્મનું  ટ્રેલર રિલીઝ થયું

83 ફિલ્મનું પ્રમોશન કરવા રણવીર 2019માં પહોંચ્યો હતો

ડિરેક્ટર કબીરે પણ આ ફિલ્મને મોટા બજેટમાં બનાવી હતી.

83 ફિલ્મનું પ્રમોશન કરવા રણવીર 2019માં પહોંચ્યો હતો, તે સમયે નક્કી કતું કે 2019ના અંતમાં કે 2020ની શરૂઆતમાં આ ફિલ્મ રિલીઝ થઇ જશે. આ ફિલ્મ ઘણાં સમયથી લટકી પડી હતી. કબીર ખાને કોરોનાના કારણે ખાસ્સી ખેંચી રાખવી પડી હતી. એ સમયગાળામાં ઘણી ફિલ્મો ઓટીટી ઉપર રિલીઝ થઇ ગઇ, બધાને હતું કે 83 પણ ઓટીટી ઉપર રજૂ કરવામાં આવશે, પણ એવું બન્યું નહીં. ખાસ તો 20–20 વર્લ્ડકપ આવવાનો હતો ત્યારે દર્શકોને એવી ધારણા હતી કે હવે કદાચ કબીર ખાન 83 ફિલ્મ ઓટીટી ઉપર રિલીઝ કરી નાખશે, તે સમયે પણ એવું ન જ બન્યું. રણવીર ટોચનો એક્ટર છે.

ડિરેક્ટર કબીરે પણ આ ફિલ્મને મોટા બજેટમાં બનાવી હતી
83 ફિલ્મ માટે તેણે અઢળક પૈસા લીધા હતા. જ્યારે ડિરેક્ટર કબીરે પણ આ ફિલ્મને મોટા બજેટમાં બનાવી હતી તો ઓટીટી ઉપર તેને ધારી કમાણી ન થાય તે કારણે તેને રિલીઝ કરવામાં નહોતી આવી. હવે રણવીર અને ક્રિકેટપ્રેમીઓની રાહનો અંત આવી ગયો છે. આ ફિલ્મ અંતે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે, સાથે સાથે ફિલ્મનું ટ્રેલર પણ બે બે ભાષામાં લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલર લૉન્ચ થતાં જ તેની વાહવાહી થવા લાગી હતી. કપિલ દેવ તરીકે રણવીરે ગજબ ટ્રાન્સફોર્મેશન કર્યું હોવાના સૂર એકસાથે સંભળાવા લાગ્યા હતા અને આ વાતમાં કોઇ અતિશયોક્તિ પણ નથી, 83 જોતાં કપિલ દેવ નજરે ચોક્કસ તરવરવા લાગે છે. વળી ફિલ્મના ટેક્નિકલ પાસાને જોઇએ તો ટ્રેલર જોતાં ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ જ સારી થઇ હોવાનું જણાઇ રહ્યું છે. આ ફિલ્મમાં દીપિકા પણ સુંદર લાગી રહી છે.

ક્રિકેટરોએ 83નો વર્લ્ડકપ આપણા નામે કરીને દેશનું નામ રોશન કર્યું હતું
જોકે મુખ્ય વાત એવી છે કે 83ના વર્લ્ડકપને અને તેની વિનિંગ મેચ તેમજ તે સમયની યાદોને તાજી કરતી આ ફિલ્મ જોઇને અત્યારના દર્શકોને અતીતમાં ડોકિયું કરવાનો મોકો મળશે. એવા સમયમાં ડોકિયું કરવાનો મોકો મળશે જ્યારે ભારતની ક્રિકેટ ટીમની હાલત અત્યારે નાના દેશોની નવીસવી ક્રિકેટ ટીમની છે એવી જ હતી. તે સમયે ટીમ તરીકે આપણી ટીમને જે સગવડતા મળવી જોઇએ તે પણ નહોતી મળતી. આપણાં ખેલાડીઓને ખૂબ જ સંઘર્ષ કરવા પડયાં હતાં. તેઓ વર્લ્ડકપની મેચ રમવા ગયાં હતાં ત્યારે તેમને લેવા માટે બસની વ્યવસ્થા પણ નહોતી કરાઇ જ્યારે બીજી ટીમોની આગતા સ્વાગતામાં કોઇ કમી નહોતી બાકી રાખવામાં આવી હતી.  તેમ છતાં સંઘર્ષ કરીને તે સમયે આપણાં ક્રિકેટરોએ 83નો વર્લ્ડકપ આપણા નામે કરીને દેશનું નામ રોશન કર્યું હતું. ફિલ્મમાં કોમિક ફેક્ટર પણ એડ કર્યું હોવાનું ટ્રેલર પરથી જાણવા મળે છે. ટીમમાં ખેલાડીઓ કઇ રીતે સ્ટ્રેસ લેવલ ઓછું કરવા મજા કરતાં હોય છે તે જોવું ચોક્કસ ગમશે. આમ પણ રણવીર કોઇ પ્રોજેક્ટને હાથ લગાવે એટલે તે તેમાં જીવ રેડી દેતો હોય છે, તેથી જ દર્શકોમાં ખરેખર 83ની રાહ જોવાઈ રહી હોય તો નવાઈની વાત નથી. ફિલ્મ ક્રિસ્મસ ઉપર આવી રહી છે ત્યારતે ફિલ્મને લઇને ઉત્સાહ અત્યારથી જ વર્તાઇ રહ્યો છે. કહેવાય છે કે આ ફિલ્મને નાણા ધીરાણ દિપીકાની કંપનીએ કર્યું છે. ફિલ્મ જગતનાં ખેરખાંઓનું માનવું છે કે આ ફિલ્મ 300 કરોડનો આંકડો ખૂબ આસાનીથી પાર કરી શકે છે, જો કે કોરોનાના કેસીસ પાછા વધી રહ્યાં છે એવામાં ક્રિસમસના સમયગાળામાં રજુ થતી આ ફિલ્મ ઉપર તેની અસર કેટલી થશે તે તો આગામી સમયમાં જોવું રહ્યું.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *