ક્રિપ્ટોકરન્સીથી નાણાકીય સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે : IMF

Views 58

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું છે કે, વિશ્વના ઊભરતા બજારોમાં ડિજિટલ કરન્સીની થઈ રહેલી આગેકૂચ સ્થાનિક અર્થતંત્ર ઔક્રિપ્ટોઝાઇશનને વેગ આપશે તો તેને કારણે હૂંડિયામણ અને મૂડી બજાર પરનું નિયંત્રમ ઘટતાં નાણાકીય અસ્થિરતા સર્જાઈ શકે છે. આઇએમએફે જણાવ્યું હતું કે વિયેતનામ , ભારત અને પાકિસ્તાન જેવા ઊભરતા અને વિકાસશીલ બજાર અર્થતંત્રોમાં ગયા વર્ષે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીના ભાવ ઊંચકાવા સાથે તેની લોકપ્રિયતા પણ વધી હતી.
ક્રિપ્ટોકરન્સી તે ખૂબ જ સસ્તા દરે અને ઝડપી ધોરણે સરહદો પાર નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે. સ્થાનિક ચલણ ઊંચા ફુગાવાને કારણે પ્રભાવિત થાય છે, પરંતુ સ્ટેબલકોઇન્સ બચતોને ફુગાવાની આડઅસરોથી પણ બચાવે છે.    આઇએમએફનું એમ પણ કહેવું છે કે, ઊભરતા બજારોમાં ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કેટલી હદે થઈ ચૂક્યો છે તેને સચોટપણે આંકવી મુશ્કેલ છે.
આઇએમએફનું કહેવું છે કે, મધ્યસ્થ બેન્કની ઓછી વિશ્વસનીયતા અને નબળી સ્થાનિક બેન્કિંગ સિસ્ટમ ડોલરના ચલણને વધારતા હોય છે અને તેને પગલે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધે છે. ડોલરના ચલણનું વધવું એટલે કે સ્થાનિક ચલણ ઉપરાંત ચલણમાં ડોલરના ચલણનું પ્રચલન છે. ઊંચા ફુગાવા અને સ્થાનિક ચલણની અસ્થિરતાને કારણે આવું બનતું હોય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *