કચ્છ જીલ્લાનાં ગાંધીધામમાં આવેલી આરતી હોટેલની બાજુની બિલ્ડીંગમાં ચાલતા હુક્કાબાર પર S.O.G.એ છાપો માર્યો

Views 241

ગાંધીધામ શહેરમાં આવેલી આરતી હોટેલ પાસે ક્રિષ્ના ભવન બિલ્ડિંગમાં હોટેલના મેનેજર દ્વારા સંચાલિત હુક્કાબાર ઉપર S.O.G.ની ટીમે છાપો માર્યો હતો. અને ત્યાંથી હુક્કાબારના સાધનો, રોકડ રકમ તથા મોબાઇલ સહિત રૂ. 2,43,640ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે હોટેલના બે મેનેજર હાથમાં આવ્યા નહોતા. ગાંધીધામ શહેરમાં ડી.પી.એ. પ્રશાસનિક કચેરી સામે આવેલી હોટેલ આરતીની બાજુમાં આવેલી ક્રિષ્ના ભવન બિલ્ડિંગમાં S.O.G.ની ટીમે ગતરાત્રે છાપો માર્યો હતો. આ ઇમારતમાં કશિશ શિપિંગની ઉપરના ભાગે આવેલા હોલમાં હુક્કાબાર ચાલી રહ્યો હતો. આ હુક્કાબાર છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો હતો, આ બાર અંગે સ્થાનિક પોલીસ અંધારામાં રહી હતી કે શું તેવો પ્રશ્ન ઉભો થાય છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને અહીં S.O.G.ની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ બાર અંગે કોઇની પાસેથી પરવાનગી મેળવી ન હતી. તેમજ બધા નીતિ-નિયમોને ભંગ કરીને આ બાર અહીંયા ચાલી રહ્યો હતો. અહીંથી S.O.G.ની ટીમે આ હુક્કાબારનું સંચાલન કરનારા ઇરફાન ખુશીયલ ખાન, તથા ત્યાં કામ કરતા અહેમદ કલામ ખાન તથા ફરમાન ખાન ખુશીપલ ખાનની ધરપકડ કરી હતી. ઇરફાન છેલ્લા 6 મહિનાથી અહીં આરતી હોટેલના મેનેજર અખિલેશ તથા બીજા મેનેજર જગદીશ ઉર્ફે જગુ પાસે નોકરી કરતો હતો અને તેમના કહેવા પ્રમાણે આ હુક્કાબાર ચલાવી રહ્યો હતો. આ બંને મેનેજર S.O.G.ની કાર્યવાહી દરમિયાન હાજર મળ્યા નહોતા.

S.O.G.ની ટીમે તપાસ હાથ ધરતાં પાંચ ચાલુ હુક્કા ઉપર સુમિત રાધન પૌલ, વિશાલ કિશનસિંઘ ખાલસા, આશિષ અમર બજાજ, યશવંત ગોવિંદ પટેલ, હર્ષિલ પ્રકાશ ઠક્કર, ગુંજન દિનેશ જોશી, અભિનવ રાજકુમાર ગોયલ, રાહુલ હરેશ જેસવાણી, અશુલ સુરેશકુમાર ગુપ્તા, અક્ષય સુરેશ અગ્રવાલ, નિશાંત જયકિશન કેવલરામાણી, વૈભવ ગોપાલ અગ્રવાલ, યોગેશ દયાલદાસ તેજવાણી, આદિત્ય સત્યનારાયણ ગુપ્તા નામના યુવાનો હુક્કો પી રહ્યા હતા, જે S.O.G.ની ટીમે બંધ કરાવ્યા હતા. અને ત્યાંથી S.O.G.ની ટીમને રોકડ રૂ. 63,570 તથા મોબાઇલ એમ કુલ મળીને રૂ. 2,43,640નો મુદ્દામાલ S.O.G.ની ટીમે જપ્ત કર્યો હતો.

રિપોર્ટર – જાવેદ શા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *