કંગનાનેસોશિયલ મીડિયા પર મળી છે ધમકી
અભિનેત્રીએ ધમકી આપનાર વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
બોલિવૂડની એક્ટ્રેસ કંગનાએ હાલમાં જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ મનાલીમાં ફરિયાદ નોંધાવી છે. કંગનાએ કેટલાક દિવસ પહેલાં ખેડૂતોને આતંકવાદી કહ્યું હતું તેનાથી નારાજ થઇને કેટલાક લોકો તેને ધમકીઓ આપી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર કંગનાને આ ધમકી સોશિયલ મીડિયા પર મળી છે. કંગનાએ ભઠિંડાના એક વ્યક્તિની વાત કરી છે. પરંતુ આ પહેલી વખત નથી કે જ્યારે કંગના તેની સામે પડનાર વ્યક્તિ સામે લીગલ એક્શન લીધાં છે. આ
જાણીતી એક્ટ્રેસ કંગનાએ તેની પોસ્ટમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં આતંકી હુમલાના શહીદને યાદ કરતા મેં જણાવ્યું હતું કે ગદ્દારોને ક્યારે માફ ન કરવા અને ભૂલવા પણ ન જોઈએ. આ પ્રકારની ઘટનામાં દેશની અંદરના દેશદ્રોહી ગદ્દારોનો હાથ હોય છે. દેશદ્રોહી ગદ્દારોએ પૈસા, પદ, સત્તાની લાલચમાં ભારતને બદનામ કરવાની એક પણ તક છોડી નથી. દેશ વિરોધીને મદદ કરતા રહ્યા છે. મારી આ પોસ્ટ બાદ મને સતત ધમકી મળી રહી છે. બઠિંડાના એક ભાઈએ મારી નાખવાની ધમકી આપી છે. પણ હું આવી ધમકીથી ગભરાતી નથી.
દેશની વિરોધ ષડ્યંત્રકરનારા લોકો અને આતંકીની સામે હું બોલતી રહીશ. લોકતંત્ર આપણા દેશની સૌથી મોટી શક્તિ છે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય પણ દેશની અખંડતા, એકતા, નાગરિકોના મૂળભૂત અધિકારોનું સંવિધાનમાં જણાવવામાં આવ્યું છે. મેં ધમકી આપનારા સામે ફરિયાદ નોંધાવી છે. પંજાબ સરકાર પણ જલ્દી કાર્યવાહી કરશે એવોમને વિશ્વાસ છે, એમ કંગનાએ વધુમાં જણાવ્યું હતું. આ પહેલાં પણ કંગનાએ કેટલાય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કંગનાએ આ પહેલાં આદિત્ય પંચોલી ઉપર પણ શારીરિક શોષણ કરવાનો કેસ કર્યો હતો. કંગનાએ આદિત્ય વિરુદ્ધ 2007 માં ફરિયાદ નોંધાવી હતી.