પાટણ શહેરના વોર્ડ નં.5ની અનેક સોસાયટીઓના રહીશોએ ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ જેવી સમસ્યાઓની ધારાસભ્યને રજૂઆત કરી

Views 215

પાટણ શહેરના નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નંબર-5માં આવેલી સોસાયટીઓ જેવી કે શૈલેજા શક્તિ, એપોલોવન અને શિવ શક્તિ જેવી અન્ય સોસાયટીઓના પ્રમુખો અને સોસાયટીના રહીશો દ્વારા પાટણ શહેરના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને દીપકભાઈ પટેલને બોલાવીને તેમની સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી, જેમાંની મહત્વની સમસ્યા ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટની જ હતી. ભૂગર્ભ ગટરનું પંપીંગ સ્ટેશન એક વર્ષ અગાઉ એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હાથે જ ખાત મુહર્ત થઈ સંપૂર્ણ બની જવા પામ્યું છે. તેમજ છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરની મોટરો તેમજ ફીટીંગનો સામાન આવેલ હોવા છતાં ભૂગર્ભ ગટરનું પંપીંગ સ્ટેશન ચાલુ કરવા માટેની ગતિવિધિ એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે ઠેર-ઠેર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા બની પામી છે, જેના કારણે સ્થાનિક લોકોને રોગચાળો ફેલાવવાની ભીતિથી પણ સેવી રહયા છે તો આ પંપીંગ સ્ટેશન ઝડપથી કાર્યરત થાય તે માટે નગરપાલિકામાં રજૂઆત કરી ઊંઝા ત્રણ રસ્તાથી પાટણની હદ સુધી સ્ટ્રીટ લાઈટ નાંખવા માટેની રજૂઆત કરી હતી.


ત્યારબાદ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે સ્થાનિક લોકોને જણાવતા કહ્યું હતું કે, સ્ટ્રીટલાઈટ ઊંઝા રોડ અને સિદ્ધપુર રોડ બંનેની આર એન્ડ બી દ્વારા 57 લાખના ખર્ચે મંજૂર કરાવવામાં આવી છે, પરંતુ નગરપાલિકા દ્વારા નિભાવણી કરવા માટે 5 લાખની જ ડિપોઝિટ કરાવવાનો લેટર આર એન્ડ બી દ્વારા નગરપાલિકાને આપવાનો હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા તેઓની આર્થિક પરિસ્થિતિ 5 લાખ ભરવાની નથી તેવો જવાબ આપતા આ કામ ખોરંભે ચડ્યું છે, તેમજ નગરપાલિકા અહીં લોકોને જો ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી મુક્ત કરાવવા માગતી હોય તો આ પંપીંગ સ્ટેશનનું પાણી જ્યાં સુધી આ પંપીંગ સ્ટેશન ચાલુ ના થાય ત્યાં સુધી અંબાજી નેળીયામાં કાર્યરત પંપીંગ સ્ટેશનમાં નાખી આ વિસ્તારના લોકોને સમસ્યામાંથી મુક્ત કરી ભૂગર્ભ ગટરના કનેકશન આપી ભૂગર્ભ ગટરની પાયાની સુવિધા પૂરી પાડી શકે તેમ છે. આ કામ માટે નગરપાલિકાની અને ચૂંટાયેલા જન પ્રતિનિધિની ઈચ્છા શક્તિ જરૂરી છે એવી સ્થાનિક લોકોને વાત કરી તેઓની રજૂઆત યોગ્ય જગ્યાએ કરી ન્યાય મળે તે દિશામાં કાર્ય કરવાની ખાતરી આપી હતી. અને તેમ છતાં અંધેર નગરપાલિકા તંત્ર જાગે નહીં તો સ્થાનિક લોકો સાથે મળી ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી આંદોલન કરવું પડશે તો ધારાસભ્યએ સહકાર આપવાની પણ બાંહેધરી આપી હતી.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *