વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટાડવાને લઈને વિચારણા, બાઇડેન તંત્ર વિફર્યું

Views 144

ક્રૂડની કિંમતો ઘટાડવાને લઈને ચીને અમેરિકાને આપ્યો પોઝિટિવ રિસ્પોન્સ

ચીને પોઝિટિવ રિસ્પોન્સ આપતાં બુધવારે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો

અમેરિકા દ્વારા વારંવાર કરવામાં આવેલા અનુરોધને ઠુકરાવાયા

અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેનના તંત્રે ચીન, ભારત અને જાપાન સહિત વિશ્વના કેટલાક સૌથી મોટા ક્રૂડ ઓઈલ વપરાશકારોને વૈશ્વિક બજારમાં ઊર્જાની કિંમતને ઘટાડવાના પ્રયાસરૃપે પોતાના ઓઈલ રિઝર્વ્સને મુક્ત કરવા અંગે વિચારણા કરવાની અપીલ કરી છે, તેમ આ બાબતથી માહિતગાર કેટલાક લોકોએ જણાવ્યું હતું. આ અસામાન્ય વિનંતી એવા સમયે આવી છે કે, જ્યારે અમેરિકન પ્રમુખ દેશમાં આર્થિક પ્રવૃત્તિ રિબાઉન્ડ થયા બાદ વધતી જતી ઇંધણની પંપ પ્રાઇઝ અને અન્ય ઉપભોક્તા ખર્ચના મુદ્દે રાજકીય દબાણનો સામનો કરી રહ્યા છે. આ બાબત પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરતાં દેશોના કાર્ટેલ સામે અમેરિકાની નિરાશા પણ દર્શાવે છે કે, જેમણે પોતાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે અમેરિકા દ્વારા વારંવાર કરવામાં આવેલા અનુરોધને ઠુકરાવી દીધો છે. એક સૂત્રે જણાવ્યું હતું કે, અમે દુનિયાના સૌથી મોટા ગ્રાહકોના પ્રતીકવાદ અંગે વાત કરી રહ્યા છીએ કે જે ઓપેકને સંદેશ આપે છે કે તમારે તમારો વ્યવહાર બદલવો પડશે. એશિયામાં જ્યારે ચીને કહી દીધું છે કે, તે ક્રૂડ ઓઈલને રિલીઝ કરવા ઉપર કામ કરી રહ્યું છે ત્યારે અમેરિકાની વિનંતીને પગલે બુધવારે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.

અમેરિકા સાથે ચીન જોડાતા ઓપેક માટે મોટો પડકાર
સૂત્રોએ જણાવ્યું હતું કે, બાઇડેન અને ટોચના સહયોગીઓએ પાછલા કેટલાક સપ્તાહો દરમિયાન તેના નજીકના સાથી દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત ઉપરાંત ચીનની સાથે ક્રૂડ રિઝર્વને મુક્ત કરવાની સંભાવના ઉપર ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, અમેરિકા અને તેના સાથી દેશોએ અગાઉ પણ વ્યૂહરચનાના ભાગરૃપે પેટ્રોલિયમ રિઝર્વ્સને મુક્ત કરી હતી. ઉદાહરણ તરીકે ૨૦૧૧માં OPEC સભ્ય લિબિયામાં યુદ્ધના સંજોગોમાં આમ કરવામાં આવ્યુ હતું. જો કે વર્તમાન પ્રસ્તાવ પાછલા પાંમચ દાયકાથી ક્રૂડ ઓઈલની કિંમત ઉપર પ્રભુત્વ ધરાવતાં ઓપેક માટે એક અભૂતપૂર્વ પડકાર ઊભો કરી શકે છે, કેમ કે, તેમાં હવે ચીન પણ સામેલ છે જે વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ આયાતકાર છે.

જાપાન નીચી કિંમત માટે અનામતો રિલીઝ કરી શકે તેમ નથી
દરમિયાન જાપાન ઉદ્યોગ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો સામે લડવા માટે અમેરિકન તંત્રે ટોક્યોના સહયોગની માંગ કરી છે. જો કે આ અધિકારીએ એ બાબતની પુષ્ટિ કરી ન હતી કે આ અનુરોધમાં સ્ટોકપાઇલના કો-ઓર્ડિનેટ રિલીઝનો સમાવેશ થાય છે કે નહીં. અધિકારીએ જણાવ્યું હતું કે, કાયદા અનુસાર જાપાન નીચી કિંમત માટે રિઝર્વને રિલીઝ કરી શકતું નથી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *