ગુજરાતનું આ મંદિર માત્ર આજના દિવસે જ ખૂલે છે, જાણો તેનું રહસ્ય 

Views 134

કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરના દ્વાર ખૂલે છે

આ મંદિર આશરે 250 વર્ષથી પણ કરતાં પણ જૂનું દામોજીરાવ વખતનું છે

મહિલાઓ અને ભકતો મંદિરમાં દર્શન માટે ઉમટે છે.


ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ત્યારે આ મંદિર આશરે 250 વર્ષથી પણ વધુ સમય અને દામોજીરાવ વખતનું મંદિર છે આ મંદિરના કુલ 36 જેટલા પિલરો આવેલ છે જેના પરની આ મંદિરનું નામ પડ્યું છે. ગુજરાતમાં કાર્તિકેય ભગવાનના બે એવા મંદિર છે જે વર્ષમાં માત્ર એક જ વખત ખૂલે છે એક છે સિઘ્ઘપુર અને બીજું પાટણમાં. ત્યારે આવો આજના દિવસે આ મંદિરનો ઇતિહાસ આપને જણાવીએ.

પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય ભગવાન બન્ને વચ્ચે પુથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર લઇ સમય મર્યાદામાં પૃથ્વીનું સાત વાર ભ્રમણ કર્યું હતું પરંતુ ભગવાન ગણેશજીનું વાહન ઉંદર હોવાના કારણે પ્રદક્ષિણા ઝડપી પૂર્ણ કરવું શક્ય ના હોઈ તેમને ચતુરાઇ વાપરી તેમને પૃથ્વીના ભ્રમણ કરવાના બદલે પોતાના માતા પિતાના સાત ફેરા ફરી ભ્રમણ પૂરું કરતા તમામે ભગવાન ગણેશજીના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઇ ગણેશજીના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇ પોતાને શ્રાપ આપ્યો હતો જે મારું મુખ જોશે તે વિધવા થશે ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજાવતાં તેમણે નિર્ણય કર્યો હતો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જે પરિણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તો તે સૌભાગ્યવતી બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે ત્યારથી ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એકવાર જ વાર ખુલે છે અને મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોઈ આ મંદિર સૂર્યોદય પેહલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોઈ વહેલી સવારથી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં પોતાની બાધા મનોકામના પૂર્ણ કરવા અને ભગવાનના દર્શનનો લ્હાવો લેવા ઉમટ્યા હતા ને સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને ભક્તો કાર્તિકેય ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *