કુતરાઓ માટે આવી ગયો ફોન! ઈચ્છશે ત્યારે માલિક સાથે વાત કરી શકશે 

Views 135

ઘણા લોકો પેટ્સને પોતાના બાળકોની જેમ જ રાખતા હોય છે

તેઓ સતત પોતાના પેટ્સના સંપર્કમાં રહેવા માંગતા હોય છે.

601) અમેરિકન કુતરી ! ……. ( એક ચિત્ર કથા ) ……. હિમતલાલ જોશી ( આતા ) | વિનોદ  વિહાર

કૂતરાઓને ઘરમાં પાળતુ પ્રાણી તરીકે રાખતા લોકો પોતાના કુતરાને ઘણી વખત એટલા બધા ટ્રેઈન કરી નાખે છે કે જોનારાને વિશ્વાસ પણ નથી આવતો કે પ્રાણીઓ આટલા બુદ્ધિશાળી હોઈ શકે છે. હવે આમાં એક ડગલું આગળ વિચારીએ તો વૈજ્ઞાનિકોએ ઘરમાં બેઠેલા પાલતુ પ્રાણીઓ એક એવું ડિવાઈસ બનાવ્યું છે કે જેના દ્વારા તેઓ પોતાના માલિક સાથે વાત કરી શકશે.

વૈજ્ઞાનિકોએ એક પ્રોટોટાઈપ ડોગફોન ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસ એક બોલ જેવું દેખાય છે, જે હલનચલન ઓળખી શકે છે અને કોમ્પ્યુટર સાથે કનેક્ટ થઈ શકે છે. આનાથી વીડિયો કોલ કરી શકાય છે. આ શોધને તેના પ્રકારની પ્રથમ ગણવામાં આવી રહી છે. આ ડિવાઈસ ગ્લાસગો યુનિવર્સિટીના ડો. ઇલિયેનાએ આલ્ટો યુનિવર્સિટીના તેના સાથીદાર સાથે મળીને બનાવ્યું છે.

હવે નહીં રહે અલગ થવાનું ટેન્શન
આ ડિવાઈસ ડૉ. ઇલિયેના હિરસ્કીજ-ડગ્લાસે તેમના 10 વર્ષના કૂતરા જેક માટે બનાવ્યું છે. તે એનિમલ-કોમ્યુટર ઇન્ટરએક્શનમાં નિષ્ણાત છે. તેમનું કહેવું છે કે ઈન્ટરનેટ સાથે જોડાયેલા તમામ સ્માર્ટ ટોય્સ બજારમાં હાજર છે. છતાં કૂતરાના માલિકો તેમના પેટ્સ સાથે કનેક્ટ થઈ શકે એ માટે ડિવાઈસ ઇચ્છે છે. જ્યારે જેકે ડોગફોન ડિવાઈસનો ઉપયોગ કર્યો, તો ઘણી વખત એકસીડેન્ટલી અને ઘણી વખત જેકે જાતે જ કોલ કર્યો. સારી વાત એ છે કે બોલને શેક કરવા પર તેમાં રહેલું એક્સેલેરોમીટરે કામ કર્યું અને વીડિયો કૉલ લાગી ગયો.
દૂર રહેતાં પણ થઈ શકશે પેટ્સ સાથે વાત
ઇલિયેના જયારે 16 દિવસ માટે બહાર હતી, ત્યારે તેણે જેકને આ ડિવાઈસ આપ્યું. તેણે ઘણી વાર આ ડિવાઈસ પર ફોન કર્યો અને ઇલિયેનાને સ્ક્રીન પર જોયા પછી તે ખૂબ જ ખુશ થયો. આ કૉલ્સ પરથી તે સ્પષ્ટ થઈ ગયું કે જેક ખરેખર તેના માલિકથી દૂર હોવા છતાં પણ ફોન દ્વારા વાત કરવા માંગતો હતો. આ બોલ જેવા ડિવાઈસને વધુ સારું બનાવવા માટે હજુ સંશોધન ચાલુ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *