ભારતી સિંહે ખાવા-પીવાનું બિલકુલ છોડ્યા વગર ઘટાડ્યું ૧૫ કિલો વજન, પેટ ભરીને ખાતી હતી, જાણો છતાં પણ કેવી રીતે ઘટાડ્યું વજન

Views 153

              કોમેડિયન ભારતી સિંહનું ટ્રાન્સફોર્મેશન હાલમાં ચર્ચામાં છે. તેમણે પોતાનું વજન ૯૧ કિલોની ઘટાડીને ૭૬ કરી લીધું છે. રસપ્રદ વાત એ છે કે તેના માટે ભારતીય ખાણીપીણી બિલકુલ પણ છોડી નહોતી અને તે ભરપુર ભોજન લેતી હતી. ભારતીય સિંહ નું વજન ઓછું થઈ ગયું છે અને આ બદલાવ ઘણા લોકો નોટીસ કરી રહ્યા છે. વળી કપિલ શર્માનું પેટ ઘરે રહીને બહાર નીકળી આવ્યું છે, વળી ભારતીય સિંહે લોકડાઉન માં પોતાને સ્લિમ અને ફિટ બનાવી દીધેલ છે

ભારતી સિંહે એક મીડિયા વેબસાઈટને ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસનું રહસ્ય ખોલીને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વજન ઓછું કરવા માટે તેણે પોતાનું ખાવા-પીવાનું બિલકુલ છોડ્યું ન હતું, પરંતુ તેનો સમય બદલી નાખ્યો હતો. ભારતીય સિંહે જણાવ્યું હતું કે ૭ થી ૧૨ વાગ્યા સુધી તે કંઈપણ ખાતી ન હતી. ત્યારબાદ ખાવા ઉપર તુટી પડતી હતી. જી હા, ભારતી સિંહ ઇન્ટરમિંટેંટ ફાસ્ટિંગ દ્વારા પોતાનું વજન ઓછું કર્યું છે.

ભારતી સિહે જણાવ્યું હતું કે તેણે ૭ વાગ્યા બાદ ભોજન બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેને તે સમય ઉપર ભુખ લાગવાની પણ બંધ થઈ ગઈ હતી. સાંજે ૭ વાગ્યા બાદ તેને ડિનર કરવાનું મન થતું ન હતું. જો તમે જાણતા ન હોય તો જણાવી દઈએ કે ઇન્ટરમિંટેંટ ફાસ્ટિંગ માં આપણે અમુક કલાક માટે પોતાની ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપવાનો હોય છે. તેને ઘણી રીતે કરી શકાય છે. ૫:૨ ડાયટમાં તમારે સપ્તાહના બે દિવસ બાકીનાં પાંચ દિવસ તમે પેટ ભરીને ખાઈ શકો છો.

સ્ટડી જણાવે છે કે એક દિવસ છોડીને ફાસ્ટ કરવાથી વજન ઝડપથી ઘટે છે. તેમાં તમે ખાવાનું છોડવા ન માંગતા હોય તો એક દિવસ છોડીને ઓછી કેલરીનું ભોજન લઈ શકો છો. ભારતી સિંહે જે રીત અપનાવી હતી તે ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગ હતું. તે થોડું સરળ પણ હોય છે. તેમાં તમારે આખો દિવસ ભુખ્યા નથી રહેવું પડતું, પરંતુ અમુક કલાક ની બ્રેક લેવાની હોય છે. જો તમે સાંજે ૭ વાગ્યે ડિનર કરી લો છો તો સરળતા રહેશે. કારણ કે તમારે આખી રાત સુવાનું હોય છે. તેમાં તમે ૧૬થી ૧૮ કલાક સુધી ફાસ્ટ કરી શકો છો.

જો તમને ડાયાબિટીસ અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઇ સમસ્યા છે તો તમારે પોતાના ડોક્ટરની સલાહ પર ફાસ્ટિંગ કરવું જોઈએ. ધ્યાન રાખો કે ભોજનમાં ગેપ રાખવાનો છે, પરંતુ બાકીના સમયમાં તમારે પોષક ભોજનની સાથે એક્ટિવ પણ રહેવાનું છે. બ્રેકફાસ્ટ છોડવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારનાં નુકસાન થાય છે. યોગ્ય રહેશે કે તમે ડિનર છોડવા વાળા ફાસ્ટ કરો અથવા તો હળવું ભોજન રાત્રે ૭ વાગ્યા સુધીમાં કરી લો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *