રાજ્યમાં કેટલાંક સમયથી રોડ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે લીંબડી હાઈવે પર કાનપરા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

આ ઘટનામાં 2 આજે વહેલી સવારે લીંબડી-અમદાવાદ હાઈ-વે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની માહિતી પોલીસને અપાતા પાણશિલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
સ્થાનિક લોકોની મદદથી જાણવા મળી રહ્યું છે કે ખાનગી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતી. તે સમયે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને પગલે હાઈવે પર જાક્કાજામ થયો હતો.
ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના કારણે બગોદરા લીંબડી પાણશિણા હાઇ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પાણશિણા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો હાથમાં લીધો હતો..
