આજ રોજ પાટણ જીલ્લાની વિધાનસભામાં હાંસાપુર વિસ્તારના વોર્ડ નંબર-5 માં ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ પાટણના સંયોજકશ્રી અને પાટણ તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી મંગાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને મીટિંગ કરવામાં આવી હતી. જે મીટીંગમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મગનભાઈ, પાટણ ઠાકોર સેનાના પ્રમુખ ઠાકોર જગદેવસિંહ, ડેર અને પાટણ ઠાકોર સેના ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ પાટણ શહેરના પ્રમુખ તથા વોર્ડ નંબર-5ના કોર્પોરેટર દશરથજી ઠાકોર અને શક્તિ કેન્દ્રના પ્રમુખ હેતલભાઈ પટેલ, સંજય ભાઈ મોદી, બકાજી ઠાકોર, રામનગર તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વોર્ડ નંબર-5ના મતદારો પણ હાજર રહ્યા હતા. અને વોર્ડ નંબર 5 ના મુખ્ય આગેવાનો અને કાર્યકરો તથા જોગમાયા યુવક મંડળ, ગણેશ યુવક મંડળ, ખોડીયાર પૂરા મિત્ર મંડળ, શ્રમજીવી મિત્ર મંડળ, પટણી યુવક મંડળ, માલધારી યુવક મંડળ દ્વારા શ્રી મંગાજી ઠાકોર સાહેબશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટર – નરપતસિંહ સોલંકી