પાટણ જીલ્લાના ભેમોસણ ગામના યુવાને હારિજ તાલુકાના ભલાણા ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું

Views 270

હારિજ તાલુકાના ભલાણા ગામ પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાંથી પાટણ જીલ્લાનાં ભેમોસણ ગામના યુવાનની લાશ મળી આવી હતી. મૃતક યુવાનનું પી.એમ હારિજ રેફરલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.આ યુવાન ઘરેથી નીકળી ગયેલો હતો અને કેનાલ બહાર તેના ચંપલ અને ખભે રાખવાનો ખેશ પડ્યો હોઈ શોધખોળ હાથ ધરતા તેની લાશ મળી આવી હતી. પાટણના ભેમોસણ ગામના 38 વર્ષના નામે રબારી રમેશભાઈ ભૂરાભાઈ શુક્રવારના રોજ સવારે 9.00 વાગ્યા પછી ઘરેથી ગામમાં જવા માટે નીકળ્યા હતા. અને મોડી રાત સુધી પણ ઘરે નહી આવતા પરિવારજનોએ સગા-સબંધીઓમાં શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સવારે હારીજ તાલુકાના ભલાણા ગામની પાસે આવેલી નર્મદા મુખ્ય કેનાલની બહાર ખભે રાખવાનો ખેશ, લૂંગી અને ચંપલ પડેલા હોવાની જાણ થતા પરિવારજનો તત્કાલ કેનાલ પર આવી શોધખોળ શરૂ કરી હતી.અને ત્યાં રહેતા સ્થાનિક લોકોએ શોધખોળ કર્યા બાદ પાટણ ફાયર બ્રિગેડની ટિમ આવીને યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી.આ પરણિત યુવાનને બે પુત્રી, એક પુત્ર અને પત્ની સહિતના પરિવારને છોડી જીવન ટૂંકાવતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારબાદ હારિજ તાલુકાના પી.એસ.આઈ આર.કે.પટેલના કહેવા પ્રમાણે આ કેનાલની બહારથી એક કાગળ મળી આવ્યો હતો, જેમાં લખેલું હતું કે મેં જાતે જ આ પગલું લીધું છે. અને આ કાગળ પર આ કોણે લખ્યુ અને ક્યારે લખ્યું તે તપાસ કર્યા બાદ ખબર પડશે.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *