પંચમહાલ:-કાલોલ મધ્યમાંથી પસાર થતા હાઈવે ઉપર ખાડા પડી જતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે
કાલોલ નગરની મધ્યમાંથી પસાર થતાં હાઈવે ઉપર મસ મોટા ખાડા પડી ગયેલ છે.એલ એન્ડ ટી કંપની દ્વારા એ ખાડા નું વાંરવાર સમારકામ કરી ખાડા પુરવામાં આવે છે પરંતુ વરસાદ પડ્યા પછી પાછા એજ હાલતમાં જોવા મળે છે.તસ્વીરમાં પણ આપણે જોઈ શકીએ છીએ.. કે એલ એન્ડ ટી કંપની દ્વારા રોડ ઉપર પડેલાં ખાડાની મરામત કરવામાં આવી રહી છે.પરન્તુ વાહનચાલકોનું અને સ્થાનિક નું કેહવું છે કે આનો કોઈ ચોક્કસ નિરાકરણ આવે તેવી માંગણી છે.આ કાલોલ ની મધ્યમાંથી પસાર થતો હાઈવે રોડ ઉપર પડેલ ખાડાનું ચોક્કસ નિરાકરણ થાય તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ મધ્યમાંથી પસાર થતા હાઈવે ઉપર ખાડા પડી જતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે
Views 65