પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો હોવાનું લોકો અનુભવી રહ્યા છે.

Views 144

પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો હોવાનું લોકો અનુભવી રહ્યા છે.

ત્યારે શુક્રવાર ના રોજ વહેલી સવારે શહેરના અનાવાડા રોડ પર તોફાને ચડેલી ગાયે એક બાઈક સવારને અડફેટે લઈ નીચે પછાડતા તેઓ ગંભીર ઇજાગ્રત બન્યા

હોવાનું જાણવા મળ્યું હતું.


મળતી માહિતી મુજબ અનાવાડા ગામના વતની અને હાલમાં પાટણ શહેરમાં રાણીનીવાવ રોડ પર આવેલ દ્વારિકાનગરીમાં રહેતા કૈલાશબેન ભરતભાઈ પટેલ રોજિંદા નિયમ મુજબ વહેલી સવારે ભેંસો દોહવા માટે તેમના પુત્રના બાઈક પર નીકળ્યા હતા.
ત્યારે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે તેઓ અનાવાડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બહેરા મુંગાની શાળા પાસે રોડ પર તોફાને ચડેલી ગાયની અડફેટે ચડતા બાઈક નીચે પટકાયું હતું. જેમાં બાઈકની પાછળ બેઠેલા કૈલાશબેન પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઇ ગયા હતા. જયારે તેમના પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

જયારે કૈલાસબેનને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને જાણવા મુજબ તેમને બ્રેઈન હેમરેજ થવા પામેલ છે.

રિપોર્ટર- નરપત સિંહ સોલંકી

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *