પંચમહાલ હાલોલ ના આંબા તળાવ ગામે વર્ષોથી પશુને કુદરતી રોગચાળો ના ફેલાય તે માટે પશુ ભડકાવવાનો નો પ્રસંગ ઉજવાયો.
હાલોલ તાલુકાના આંબાતળાવ ગામે ભાદરવા સુદ ચૌદસના દિવસે વર્ષોથી ઉજવાતો અને ગામના વડીલોના કહેવા મુજબ ગાય ભેસો બીમાર ના થાય અને કુદરતી રોગચાળો ના ફેલાય તે માટે આંબા તળાવ ગામે આવેલું ઓસેતી માતાના મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો. ત્યારબાદ માતાજી ના રથ ને શણગારવામાં આવ્યો . ગ્રામજનો દ્વારા પોતપોતાના ગાય , ભેસો અને બળદ ઓસેતી માતાના મંદિરે લાવ્યા બાદ માતાજીના રથને ભેંસો અને ગાયો ની સામે લાવવામાં આવ્યા જેથી કરીને આ રથને જોઈ ભેંસો અને ગાયો ભડકવા લાગી આ રીતે કરવાથી ગામના વડીલો નું કહેવું છે કે કુદરતી રોગચાળો આ પશુઓમાંથી ફેલાતો નથી. આ પ્રસંગ વર્ષોથી કરવામાં આવે છે. તેવું ગામ લોકોનું કહેવું છે.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ હાલોલ ના આંબા તળાવ ગામે વર્ષોથી પશુને કુદરતી રોગચાળો ના ફેલાય તે માટે પશુ ભડકાવવાનો નો પ્રસંગ ઉજવાયો.
Views 63