પંચમહાલ જિલ્લા ના વેજલપુર પોલીસ સ્ટેશન ના PSI દ્રારા માસ્ક ન પહેરનાર બારીયા શંકરભાઈ પાસે એક હજારનો દંડ વશુલ્યા બાદ પાછળ ના ભાગે ૪૦ દંડા ફટકાર્યા PSI વિરુદ્ધ DSP ઓફિસ પર નોધાઇ ફરિયાદ.અને પરિવારજનો દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર અને પંચમહાલ પોલીસવડા ને કરાઈ રજૂઆત.

Views 62

પંચમહાલ જિલ્લા ના વેજલપુર પોલીસ સ્ટેશન ના PSI દ્રારા માસ્ક ન પહેરનાર બારીયા શંકરભાઈ પાસે એક હજારનો દંડ વશુલ્યા બાદ પાછળ ના ભાગે ૪૦ દંડા ફટકાર્યા PSI વિરુદ્ધ DSP ઓફિસ મા અરજી કરાઇ.અને પરિવારજનો દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર અને પંચમહાલ પોલીસવડા ને કરાઈ રજૂઆત.
  પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન ના PSI વિરુદ્ધ પરિવારજનો દ્રારા DSP મા અરજી આપવામાં આવી છે. પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા ના કાદવીયા ગામ ના રેહવાશી શંકરભાઈ બળવંતભાઈ બારીયા તેઓ ડ્રાઇવિંગ કરી પોતાનું તથા તેમના પરિવાર નું ગુજરાન ચલાવે છે જે તારીખ ૨૯/૦૮/૨૦૨૦ ને શનિવાર ના રોજ તેઓ વેજલપુર ગામે બેંક ના કામ અર્થે પૈસા ઉપાડવા માટે ગયેલા અને મોટર સાઇકલ બેંક ની બહાર મૂકી મોઢા ઉપર થી માસ્ક ઉતારી ગજવા માં મુકેલ તેજ વખતે બેંક ઉપર ના હોમ ગાર્ડ શ્રી એ આવીને માસ્ક કેમ નથી પહેર્યું તેમ જણાવતા અરજદાર શંકરભાઈ એ કહેલ કે મોટર સાઇકલ પર થી ઉતરી ને ગજવા માં મુકેલ છે તેમ જણાવી માસ્ક બતાવવામાં આવ્યું તેમ છતાં હોમ ગાર્ડ એ PSI ને જાણ કરતાં પોલિસ ની ગાડી બેંક પર આવી ફરિયાદી બારીયા શંકરભાઈ ને ગાડીમાં બેસાડી ને વેજલપુર પોલિસ સ્ટેશન માં લઈ ગયેલા અને ત્યાં શંકરભાઈ પાસે  માસ્ક નહિ પેહરવાના પોલીસ સ્ટેશન મા માસ્ક ના ૧૦૦૦ રૂપિયા દંડ વાશુલવામા આવ્યો હતો તેમ છતાં પી.એસ.આઇ દ્રારા માર મારવામાં આવ્યો.
જાહેર સ્થળ માસ્ક ના પહેરવા ના દંડ ફટકારવામાં આવ્યો હતો તેમ છતાં ફરિયાદી શંકરસિંહ બારીયા ને વેજલપુર પોલીસ સ્ટેશન ના PSI દ્રારા સરીર ના પાછળ ના ભાગે એક જ જગ્યા એ આસરે ૪૦ ઉપરાંત દંડા થી ઢોર માર મારેલ છે .વેજલપુર પોલીસ સ્ટેશન ના PSI એ સત્તા નો દૂર ઉપયોગ કરી દંડ વસૂલી લીધા પછી પણ ફરિયાદી ના કોઈ પણ જાત ના વાંક કસૂર વગર ઢોર માર મરેલ છે ફરિયાદી શંકરભાઈ હાલ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે અને તેમને સરીર ની પાછળ બેઠક ના ભાગે બેસવાની , સુવાની જગ્યાએ તકલીફ પડે છે તેથી આ કામ ના આરોપી સામે કાયદેશર ની કાર્યવાહી કરવા હાલ કલેકટર સાહેબ અને એસ.પી સાહેબ ને લેખિત મા રજુઆત કરવામાં આવી  છે ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા પોલીસ ઇન્સ્પેકટર ગોધરા ટાઉન ની યાદી મા કરી  ને લીગલ કાર્યવાહી કરવા માટેની યાદી તારીખ ૩૧ ના રોજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. શંકરભાઈ બળવંતભાઈ બારીયા હજુ પણ ગોધરા ખાતે સારવાર હેઠળ દાખલ છે તેમનાં પરિવાર જનોએ આજ રોજ પંચમહાલ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા ને લેખિત મા રજૂઆત કરવામાં આવી છે અને આ સદર બાબતે જવાબદાર PSI ઉપર કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે પરિવાર દ્રારા જણાવવામાં આવ્યું છે કે જો એમને પંચમહાલ જિલ્લા મા ન્યાય નઈ મળે તો તેઓ ઉપલા અધિકારીઓ રજૂઆત કરીશું અને  રાજ્ય સરકાર પાસે  ન્યાય માંગીશું તેવી ચીમકી આપી છે
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *