ગાંધી આશ્રમ પુનઃવિકાસ(Redevelopment)પ્રોજેક્ટ: આશ્રમવાસીઓને કોઈ માહિતી ન આપવામાં આવતા ત્રણ સભ્યોના રાજીનામાં

Views 150

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ મુદ્દે આશ્રમવાસીઓ અને સરકાર વચ્ચે સંકલન મુદ્દે બનાવાયેલી સ્થાનિક સંકલન સમિતિમાંથી ત્રણ આશ્રમવાસી સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ મુદ્દે આશ્રમવાસીઓ અને સ્થાનિક ટ્રસ્ટોનો મુદ્દો પહેલેથી જ ગૂંચવાયેલો હતો ત્યારે આ ગૂંચવણમાં ઉમેરો થયો છે.
રાજીનામાં આપનારા ત્રણેય આશ્રમવાસીનો આક્ષેપ છે કે સમિતિના અધ્યક્ષ એવા અમદાવાદ કલેક્ટર તેમને સરકાર અને ટ્રસ્ટો વચ્ચે શું લેવડદેવડ ચાલી રહી છે તેની કોઇ માહિતી નથી આપી રહ્યા.
આ મુદ્દે આશ્રમવાસી શૈલષ રાઠોડે જણાવ્યું હતું કે, ‘સરકારે તમામ આશ્રમવાસીઓનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે હેતુથી આઠ સભ્યોની સ્થાનિક સમિતિ બનાવી હતી જેમાં બે આઇએએસ, એક આઇપીએસ અધિકારી, એક ડેપ્યુટી કલેક્ટર, એક મામલતદાર તેમજ ત્રણ આશ્રમવાસીનો સમાવેશ કર્યો હતો. અમને જાણ થઇ કે આશ્રમવાસીઓની જાણ બહાર પાંચેય ટ્રસ્ટ સાથે સરકાર બારોબાર રોકડ તેમજ અન્ય નિર્ણય અંગે લેવડદેવડ કરી રહી છે. આથી અમે કલેક્ટરને 16 નવેમ્બરે પત્ર લખી આ મુદ્દે માહિતી માગી હતી, પરંતુ કલેક્ટર કે જે સ્થાનિક સંકલન સમિતિનાં પ્રમુખ છે તેમણે અમને ગણકાર્યા ન હતાં. આ મુદ્દે અમને અપમાન જેવું લાગતાં મેં, હેમંત ચૌહાણ અને ધીમંત બઢિયાએ આ સમિતિમાંથી રાજીનામાં આપ્યાં છે.’
“અમે ત્રણ કમિટીના સભ્યોને આજ સુધી ફાઇનલ પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો નથી. તેથી, સરકાર શું કરવાનું આયોજન કરી રહી છે તે સ્પષ્ટ નથી. અત્યાર સુધી, આશ્રમવાસીઓ વિશેની કોઈ નીતિ દસ્તાવેજી પુરાવા સાથે બહાર પાડવામાં આવી નથી. અસ્પષ્ટતા સાથે, તે અવિશ્વાસ પેદા કરે છે,” તેઓએ ઉમેર્યું.
આશ્રમવાસીઓનો આક્ષેપ છે કે, તમામ જમીન જે પાંચ ટ્રસ્ટો અને અન્ય સંસ્થાઓ પાસે છે તે તમામ જમીન ગાંધીજીની છે. આ તમામ જમીન ટ્રસ્ટો પાસે 1951માં આવી. તે પહેલાં અમે આશ્રમવાસીઓ કે જે અહીં 1917થી રહે છે તેમણે આ જમીનો સાચવી છે. માનવ સાધના સંસ્થા તો છેક 1995માં આશ્રમમાં ઘૂસી છે. આ સંસ્થાઓ જમીનો અને અન્ય મિલકતો મુદ્દે સરકાર સાથે જે પણ સોદાબાજી કરે તેની આશ્રમવાસીઓને જાણ હોવી જ જોઈએ.
આશ્રમના ત્રણેય સભ્યોએ આશ્રમવાસીઓના પુનર્વસન માટેની સમિતિમાંથી બહાર નીકળી જવાની અને રૂ. 1,200 કરોડના પ્રોજેક્ટમાંથી દૂર થવાની ધમકી પણ આપી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *