કોલવડા હત્યાકાંડમાં નવો વળાંક:પત્નીએ શરીરસુખનો ઈનકાર કરતાં ઘનશ્યામ પટેલે દીકરી પર નજર બગાડી, મા-દીકરીએ માથામાં ઘા મારી ગળે કટર ફેરવી પતાવી દીધો

Views 133

 

કોલવડા હત્યાકાંડમાં નવો વળાંક:પત્નીએ શરીરસુખનો ઈનકાર કરતાં ઘનશ્યામ પટેલે દીકરી પર નજર બગાડી, મા-દીકરીએ માથામાં ઘા મારી ગળે કટર ફેરવી પતાવી દીધો

 * દારુ ના નશામાં ઘનશ્યામ ભાન ભૂલ્યો                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       * પત્ની બહાર વાસણ ઘસવા બેઠી અને પતિએ નશાની કુટેવમાં ભાન ભૂલી દીકરી પર દાનત બગાડી                                                                                                                                                                                                                                                                                                                                      * હત્યાકાંડની થિયરી ગળે નહીં ઉતરતા પોલીસે રિશીતાની કુંડળી કાઢવા CDR મંગાવ્યા                                                                                                                                                                                                                                                                                                                                                                 ગાંધીનગરના કોલવડા ગામમાં નામચીન જશું પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની ગઈકાલે મા દીકરીએ ભેગા મળી કરપીણ હત્યા કરી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ થિયરી રજૂ કરી છે કે, ગઈકાલે પતિએ દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની કરવાની જીદ્દ પકડી હતી. જેનો ઈન્કાર કરતાં પતિએ દીકરી પર દાનત બગાડી તેને પકડી લીધી હતી. જેનાં કારણે હત્યાને અંજામ આપ્યો હતો.

*હત્યામાં દીકરીની ભૂમિકા હોવાનું બહાર આવતાં ચકચાર મચી
ગાંધીનગરના કોલવડા ગામનાં ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની હત્યા પ્રકરણમાં ગઈકાલે મા દીકરીની ભૂમિકા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. તો પોલીસ તપાસમાં આ હત્યા પાછળ ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. જેણે મૂળ ખેડા જિલ્લાનાં માતરની વતની રિશીતા સાથે આશરે સત્તર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.

ઘનશ્યામ પટેલની ફાઇલ તસવીર.
                                                                                  ઘનશ્યામ પટેલની ફાઇલ તસવીર.

*ઘનશ્યામ દારૂ પીવાની કુટેવ વાળો હતો
ઘનશ્યામ પટેલ શરૂઆતથી પુષ્કળ દારૂ પીવાની ટેવ વાળો તેમજ શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજબરોજ ઘર કંકાસ થતો રહેતો હતો. આ દરમિયાન રિશીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેની હાલમાં 15 વર્ષની ઉંમર છે. અને ધોરણ-9માં અભ્યાસ કરે છે. રોજબરોજનાં ઘર કંકાસ અને મારઝૂડના કારણે રિશીતા દીકરીને લઈને અમદાવાદ ચાંદખેડા તેની માતા સાથે દોઢ વર્ષથી રિસાઈને બેઠી હતી.

*ચોંકાવનારી થિયરી રિશીતાએ પોલીસ સમક્ષ રજૂ કરી
રિશીતા દીકરીને લઈને અઠવાડિયાથી કોલવડા ઘનશ્યામ સાથે રહેવા આવી હતી, પરંતુ ઘનશ્યામનાં સ્વભાવમાં કોઈ ફરક આવ્યો ન હતો. જેનાં કારણે ગઈકાલે મા દીકરીએ ભેગા મળીને ઘનશ્યામને પતાવી દીધો હતો. આ મામલે પેથાપૂર પોલીસ મથકના ફોજદાર એમ.એસ. રાણાએ હત્યાનો ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરતાં ન માન્યામાં આવે એવી ચોંકાવનારી થિયરી રિશીતાએ પોલીસ સમક્ષ રજૂ કરી છે.

*બળજબરીથી રિશીતાનો સેક્સ્યુઅલ એબયુઝ કરતો હતો
આ અંગે પેથાપુર પોલીસ મથકના ફોજદાર મૂળરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રિશીતાએ રજૂ કરેલી થિયરી મુજબ ઘનશ્યામ શરૂઆતથી જ દારૂ પીવાની ટેવ વાળો હતો. જેનાં કારણે તેનું શરીર અંદરથી ખોખલું થઈ ગયું હતું. દારૂનાં નશામાં તે રિશીતા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બળજબરીથી રિશીતાનો સેક્સ્યુઅલ એબયુઝ કરતો રહેતો હતો.                                                                                                                                                                                                                                                                                                                                         *ઘનશ્યામ ઘુવડની જેમ આખી રાત જાગ્યા કરતો
રિશીતાનાં કહેવા મુજબ ઘનશ્યામ શંકાશીલ સ્વભાવ હોવાથી ચારિત્ર્ય પર શંકા કુશંકા કરતો હતો. દારૂના નશામાં મા-દીકરી સાથે વારેવારે મારઝૂડ કર્યા કરતો હતો. આથી કંટાળીને દોઢ વર્ષથી અમદાવાદ રહેવા જતાં રહ્યાં હતાં અને અઠવાડિયાથી સાથે રહેવા આવ્યા હતા. જોકે, ઘનશ્યામએ થોડા સમયથી દારૂ પીવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. છતાં દારૂની કુટેવની અસર એવી હાવી થઈ ગઈ હતી કે ઘનશ્યામ ઘુવડની જેમ આખી રાત જાગ્યા કરતો હતો અને સ્વભાવ એગ્રેસિવ થઈ ગયો હતો.

*દીકરીની હાજરીમાં ઘનશ્યામે સંભોગની ઈચ્છા વ્યક્ત કરી હતી
બુધવારે રાત્રે પણ ઘનશ્યામ આખી રાત જાગ્યો હતો. સવાર પડતાં જ ઘનશ્યામ મા-દીકરીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. દીકરી સ્કૂલે ગઈ ન હોવાથી તેને પણ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેનાં કારણે કંકાસ થયો હતો. થોડી વાર પછી અચાનક જ ઘનશ્યામે સંભોગની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે રિશીતાએ દીકરી ઘરમાં હોવાથી સંભોગનો ઈન્કાર કરી દીધો       હતો.

*પત્નીએ ઈન્કાર કરતાં દીકરીને પકડી લીધી
બાદમાં રીશીતા બહાર વાસણ ઘસવા બેઠી હતી અને ઘરમાં ઘનશ્યામ અને તેની 15 વર્ષની દીકરી એકલા જ હતા. આ દરમિયાન કામ વાસનામાં અંધ બનેલા ઘનશ્યામે સગી દીકરી સાથે શારીરિક અડપલાં શરૂ કરી તેને પકડી લીધી હતી. જેથી દીકરી એ બુમાબુમ કરતાં રિશીતા ઘરમાં દોડી આવી હતી. એ સમયે ઘનશ્યામે દીકરીને પકડી જ રાખી હતી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે સગા બાપની કરતૂતથી હચમચી ઉઠેલી 15 વર્ષની દીકરીએ પેપર કટરનો આગળનો અણીદાર ભાગ ઘનશ્યામનાં ગળામાં મારી દીધો હતો અને રીશીતાએ લોખંડનો દસ્તો (પરાળ) માથામાં માર્યો હતો.

*હત્યાને અંજામ આપ્યા પછી મા-દીકરી લાશ પાસે બેસી રહ્યા
ઘનશ્યામની હત્યામાં દીકરીના કપડાં ઉપર લોહીના ફુવારા ઉડયા હતા અને ઘનશ્યામ રૂમમાં પડેલી શેટી પર જઈને પડી તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો. હત્યાને અંજામ આપ્યા પછી બંને મા-દીકરી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા. બાદમાં સગાને ફોન કરીને જાણ કરતાં આખી ઘટના બહાર આવી હતી.

*રિશીતાની કુંડળી કાઢવા મોબાઈલના CDR મંગાવ્યા
આ અંગે વધુમાં ફોજદાર રાણાએ ઉમેર્યું હતું કે, રિશીતાની થિયરી ઉપર તપાસ ચાલી રહી છે. પરંતુ રિશીતા છેલ્લા દોઢ વર્ષથી રિસાઈને રહેતી હોવાથી તેની સાથે કોણ કોણ સંપર્કમાં હતું તેની કુંડળી કાઢવા રિશીતાનાં ફોનના CDR પણ મંગાવ્યા છે. કટરનાં આગળના અણીદાર ભાગ વાગવાથી ઘનશ્યામનાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી પુષ્કળ લોહી વહી ગયું હતું. હાલમાં વધુ તપાસ તપાસ ચાલી રહી છે. આ પ્રકરણમાં બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે જાણવા આસપાસના વિસ્તારના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

     ઉલ્લેખનીય છે કે, રિશીતાનાં ઘનશ્યામ સાથે પ્રેમ લગ્ન હતા. જે તેના ગોલી નામના પતિ સાથે કોલવડા રહેવા આવેલી. જેનાં પતિનું અવસાન થયા પછી ઘનશ્યામ સાથે આંખો મળી ગઈ હતી અને દીકરીને જન્મ આપ્યો હતો. રિશીતાનાં પરિવારમાં માતા અને ત્રણ બહેન અને એક ભાઈ છે. જેનો ભાઈ નાઈજીરીયા રહે છે.

*દોઢ વર્ષ સુધી પત્ની અને પુત્રી ચાંદખેડામાં ભાડાના મકાનમાં રહ્યાં
ઘનશ્યામ પટેલ દારૂનો વ્યસની હોવા ઉપરાંત ઘરમાં વારંવાર કંકાસ કરતો હતો. પરિણામે પત્ની રિશીતા અને તેની 14 વર્ષીય દીકરી ચાંદખેડામાં ભાડાના મકાનમા રહેવા જતાં રહ્યાં હતાં.

*ઘનશ્યામને સેક્સની ઇચ્છા થતી હતી પરંતુ ઇચ્છા પૂરી કરી શકતો નહોતો
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘનશ્યામ સેક્સ કરવા માટે વારંવાર પત્નીની છેડતી કરતો હતો પરંતુ તે સેક્સ કરી શકવા સક્ષમ નહોતો. કેટલીક વખત આ બાબતે પણ તેને માથાકૂટ થતી હતી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       અહેવાલ – તેજાજી  ચૌહાણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *