અમદાવાદના નિકોલમાં સસરા વહુને ગળા પર છરો મારવા ગયા, બચાવવા જતા પતિ ઘાયલ

Views 279

* પૂર્વ કોર્પોરેટર સાસુ અને સસરા સામે વહુએ ફરિયાદ નોંધાવી

* ૧૧ લાખ લાવવા સસરા દબાણ કરતા

અમદાવાદ શહેરના નિકોલમાં રહેતી પરણિત મહિલાને તેના સસરા ગળા પર છરો મારવા ગયા હતા. તે સમયે મહિલાના પતિ બચાવવા વચ્ચે પડતા તેઓ ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાએ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં પૂર્વ મહિલા કોર્પોરેટર તેણી સાસુ તેમજ સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. નિકોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નિકોલ ગામના રોડ પર આવેલી ઇન્દ્રજીત પાર્ક સોસાયટીમાં રહેતી ૪૦ વર્ષની મહિલા નામે માધવીબેન રવિનાથ ઠાકરે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં પૂર્વ મહિલા કોર્પોરેટર તેણી સાસુ ક્રિષ્નાબેન પ્રફૂલભાઇ ઠાકર તથા તેના સસરા પ્રફૂલભાઇ નાનુભાઇ ઠાકર સામે ફરિયાદ નોંધાવી છે કે, આ મહિલાના પતિ કોર્ટમાં સરકારી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. મહિલાનાં પતિ કોર્ટમાં જતા હતા તે સમયે ફરિયાદી મહિલા તેમની સાથે જ બજારમાં જઇ રહી હતી. આ સમયે મહિલાના સસરા બહાર ઉભા હતા, તેમજ તમે ઝાંપા બંધ કેમ નથી કરતાં તેમ કહીને તકરાર કરીને ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે મહિલાના પતિએ ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં દોડી ગયા હતા. ત્યારબાદ ઘરમાંથી છરો લઇને આવ્યા હતા અને ફરિયાદી વહુના ગળા ઉપર છરો મારવા ગયા હતા. મહિલાને બચાવવા માટે પતિએ હાથ લાંબો કર્યો હતો, જેના કારણ તેમના હાથે ઇજા પહોચી હતી.

મહિલાના સસરા છેલ્લા પાંચ વર્ષથી નાની-નાની વાતે ઝઘડા કરીને ખૂબ હેરાન અને પરેશાન કરતા હતા. તેમજ મહિલાને માનસિક તેમજ શારિરિક ત્રાસ આપતા હતા. એટલું જ નહી ચાર વર્ષ પહેલા મહિલાના સસરાએ તેના પિયરમાંથી રૂ. ૧૧ લાખ લાવવાની વાત કરી હતી. જો કે આટલી મોટી રકમ મહિલા લાવી શકી નહી હોવાથી તેને ખૂબજ હેરાન કરતા હતા.

અહેવાલ – કિરણગીરી ગોસ્વામી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *