અંજાર શહેરના સાઈબાબા મંદિર પાસે આવેલા મોમાઈ નગરમાં વરસાદના પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી

Views 390

કચ્છ જીલ્લાનાં અંજારમાં સાઈબાબાના મંદિર પાસે આવેલા મોમાઈનગરમાં વરસાદના પાણી ભરાઈ જવાથી ત્યાં રહેતા લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે. મોમાઈ નગરના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા અહિયાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં થોડો વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે.

મોમાઈ નગરના વિસ્તારમાં રહેતા લોકોને આવતાં-જતાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યા રહેતા અને સ્કૂલમાં ભણવા જતા બાળકોને આ પાણીમાં થઈને જ સ્કૂલમાં જવું પડે છે, નાના બાળકોને પણ આ પાણી ભરાઈ જવાથી તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે તે વિસ્તારમાં ફરતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને વળી પાછા ત્યાં રહેલા રખડતાં ઢોરોને કારણે અકસ્માતનો ભય પણ વધતો જાય છે.

રખડતાં ઢોરના ત્રાસ અને ભરાયેલા પાણીના કારણે આ વિસ્તારના બાળકોને સ્કૂલમાં જતા પણ બીક લાગે છે. આ વરસાદી પાણી આખા વિસ્તારમાં ભરાઈ રહેતાં જુદી જુદી બીમારીઓ ફેલાવવાનો ભય પણ વધી રહ્યો છે. મોમાઈ નગરના લોકોને આટલી વિકટ સમસ્યામાં મુકીને ત્યાનું તંત્ર શું કરી રહ્યું છે…? ત્યાં રહેતા લોકોને આ વરસાદી ભરાતા પાણીને કારણે કોઈપણ જાતની બીમારી થાય તો તેની જવાબદારી કોણી …? અને તે વિસ્તારમાં રખડતાં ઢોર પણ ઉભા રહે છે તે ઢોર ત્યાં રહેતા લોકોને ઈજા પહોચાડે તેનું જવાબદાર કોણ…? મોમાઈ નગરમાં રહેતા લોકોનું એવું કહેવું છે કે તેમને નગર પાલિકા તંત્ર આ સમસ્યામાંથી જેમ બને તેમ વહેલા નિજાત અપાવે તેવું ત્યાં રહેતા લોકોનું કહેવું હતું.

રિપોર્ટર – જાવેદ શા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *