સુરત ના બારડોલી માં ગૌ રક્ષકો પર થયેલ ખોટા કેશ મામલો….
બનાસકાંઠા ગૌ રક્ષકો દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપ્યું.
બનાસકાંઠામાં ઘણા સમયથી પાંજરાપોળ સંચાલકો તથા ગૌ રક્ષકો એ સરકાર સમક્ષ મોરચો માંડયો છે જ્યારે સરકાર તરફથી માત્ર ને માત્ર lockdown ના સમય દરમિયાન જ સહાયરૂપ થવા થી પાંજરાપોળ સંચાલકો દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગ સાથે ગાયોને રસ્તા ઉપર છોડી મૂકવામાં આવી હતી આ સાથે સાથે ગૌરક્ષકો પર પણ કોઈ ખોટા કેસ ન થાય એવા ઉદ્દેશથી તેમજ ગૌ રક્ષકો ખોટી રીતે કનગત ના થાય કારણ કે સુરતના બારડોલી માં અગાઉ મહાવીર જૈન દ્વારા ગૌ રક્ષકો સામે ખોટો કેસ કરવાના આક્ષેપ થયા હતા જેને લઇ રાજકીય પહોંચ નો ઉપયોગ કરી ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હતી તેવો ગૌરક્ષકોએ આક્ષેપ લગાવ્યો હતો છેલ્લા ૧૨ વર્ષથી ગૌરક્ષકો અબોલ પશુઓ નું બચાવવાની કામગીરી કરી રહ્યા છે ૫૦ હજારથી વધુ પશુઓને કતલખાને જતા ગૌરક્ષકો દ્વારા બચાવ્યા છે પરંતુ મહાવીર જૈન દ્વારા ફક્ત દૂધાળા પશુ માલધારીઓને ટાર્ગેટ કરી કરવામાં આવ્યા છે જે ફરિયાદને લઇ યોગ્ય તપાસ કરી સાચા ગૌરક્ષક તેને ન્યાય અપાવવા બનાસકાંઠા ગૌરક્ષકો ભાવેશભાઈ,વિજયભાઈ,યુવરાજભાઈ,વિક્રમભાઈ,કાંતિભાઈ,ઇશ્વરભાઈ સમગ્ર બનાસકાંઠા ના ગૌરક્ષકો એ લેખિતમાં આવેદનપત્ર પત્ર આપી યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે બનાસકાંઠાના ગૌરક્ષકોએ સુરતના ગૌરક્ષક ઉપર થયેલા ખોટા કેસ ને લઇ મેદાને ઉતરી સરકાર સમક્ષ મોરચો માંડયો છે અને યોગ્ય તાપસ ની માંગણી ન્યાય માંગ્યો છે.
બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર બનાસકાંઠા
સુરત ના બારડોલી માં ગૌ રક્ષકો પર થયેલ ખોટા કેશ મામલો….
Views 69