પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આજે સવારે દીપડાએ હુમલો કરી દસ વર્ષ ના બાળક ને જંગલ માં પકડી ખેંચી ગયો હતો ,

Views 60

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આજે સવારે દીપડાએ હુમલો કરી દસ વર્ષ ના બાળક ને જંગલ માં પકડી ખેંચી ગયો હતો 
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આજે સવારે દીપડાએ હુમલો કરી દસ વર્ષ ના બાળક ને જંગલ માં પકડી ખેંચી ગયો હતો , શોધખોળ બાદ બાળક નો મૃતદેહ જંગલ માંથી મળી આવતા ગ્રામજનો માં ભય ફેલાયો છે . ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે રહેતા અલસિંગ ભાઈ બારીઆ ની બે દીકરીઓ અને પુત્ર આજે સવારે ઘર બહાર નીકળ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કરી 10 વર્ષ ના મુકેશ ને પકડી લેતા બહેનોએ બુમાં બૂમ કરતા દીપડો મુકેશ ને ઘસાડી વાવકુંડલી ના જંગલ માં લઈ ગયો હતો . બનાવ ની જાણ મુકેશ ના પિતા ને થતા ગામલોકો ભેગા કરી વન વિભાગ ને જાણ કરતા ઘટના સ્થળે પહોચેલા વન કર્મીઓ સાથે પુત્ર ની શોધ કરતા જંગલ વિસ્તાર માં પથ્થ વાળા ડુંગર પાસે મુકેશ નો મૃતદેહ મળી આવ્યો હતો . દીપડાઓ ના હુમલા વધતા બનાવો ને લઈ જંગલ વિસ્તાર નજીક રહેતા ગામો ના લોકો માં ફફડાટ ફેલાયો છે . દીપડા ના હુમલા ઓ ના વધતા વ્યાપ ને લઈ ખેડૂતો ભય નો માહોલ સર્જાયો ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી
રિપોર્ટર નિલેશસિંહ ઘોઘંબા પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *