પંચમહાલ:- ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા લીધેલ યોગ ટ્રેનિંગ તાલીમના પ્રમાણપત્રો પંચમહાલ જીલ્લા યુવાનોને અપાયા
પંચમહાલ જિલ્લા યોગસમિતિ અને ગુજરાત રાજય યોગ બોડૅ દ્ધારા પંચમહાલ જિલ્લામાં લીધેલી યોગ તાલીમ ના પ્રમાણપત્રો ગોધરા લુહાર સુથાર ની વાડીના હોલમાં ગુજરાત રાજ્ય પતંજલિયોગ પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ ગુડ વાનીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેઓએ યોગ અંગે ની માહિતી ખૂબ જ વિસ્તૃત અને વિવિધ વનસ્પતિઓની માહિતી આપી હતી જ્યારે મુખ્ય મહેમાનતરી કે પધારેલ રાજ્ય યુવા પ્રભારી અને પંચમહાલ જિલ્લા યોગ કોચ શ્રી રાજેશભાઈ પંચાલ અને પંચમહાલ જિલ્લાયોગ કોચ એવા કેતકી બેન શાહ એ ટ્રેનરોને યોગ અંગેની તાલીમ કઈ રીતે આપવી તે અંગેની માહિતી આપી હતી.
સમારંભમાંવિવિધ મહાનુભાવો એ યોગા અંગેની અને હાલમાં ચાલી રહેલ કોરોના અંગે યોગ કરવાથી રોગ કઈ રીતે ભાગે એ માહિતીઓ આપી હતી જેમાં લોન ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરના યોગેશ કાછિયા ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ શિવ તારી બેન ઉપાધ્યાય પંચમહાલ જિલ્લા આર.એસ.એસ ના કાર્યવાહક શ્રી હિરેનભાઈ પંડ્યા ,પંચમહાલ જિલ્લા પતંજલિ પ્રભારી સોનલબેન પરીખ આ સમયે માહિતી આપી હતી વધુમાં આ સમારંભ વ્યવસ્થિત બને તેવી શુભેચ્છા ગોધરા ધારાસભ્યશ્રી સીકે રાઉલજી યોગ બોર્ડ ચેરમેન શ્રી એ આપી હતી.આ સમારંભમાં વિવિધ ટ્રેનરોએ પોતાના અનુભવની માહિતી આપી હતી જેમાં સોનલબેન દરજી શ્યામલ ભાઈ પરીખ મહેશભાાઈ સામત સિંહ ચૌહાણ(ચલાલી) તથા અન્ય ભાઈ-બહેનો એ અનુભવો વર્ણવ્યા હતા.તથા આ સમારંભને સફળ બનાવવા પદ્માબેન જોશી મુકેશભાઈ પટેલ ભારતીબેન પટેલ સોનલબેન એમ પટેલ તેમજ કાલોલ ના પ્રમુખ શૈફાલી બેન નગરપાલિકા પ્રમુખ પણ હાજર રહી સહયોગ આપ્યો હતો.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ
પંચમહાલ:- ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા લીધેલ યોગ ટ્રેનિંગ તાલીમના પ્રમાણપત્રો પંચમહાલ જીલ્લા યુવાનોને અપાયા
Views 61