અર્ધ બળેલી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો
પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મહેસાણા બાયપાસ પાસે યુવતીનો મૃતદેહ મળ્યો છે. જેમાં અર્ધ બળેલી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. તથા યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કર્યાની આશંકા છે. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી હાથે ઘડિયાળ, B લખેલ વીંટી મળી
મહેસાણા બાયપાસ હાઇવે ઉપર સુવિધા સર્કલ પાસે ખારી નદીના પુલ નીચેથી અર્ધ બળેલી હાલતમાં અજાણી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ અજાણી સગીર યુવતીનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં બાયપાસ ઝાડીમાંથી યુવતીની અર્ધ બળેલી લાશેને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. જેમાં યુવતીની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની આશંકા છે. તથા યુવતી હાથે ઘડિયાળ, B લખેલ વીંટી તેમજ ઝાડીમાં વિખેરાયેલ કાગળના ટુકડા એકત્ર કરી તપાસ હાથ ધરી છે.
વિસ્તારમાં મિસિંગના આધારે તપાસ શરૂ કરાઇ
ઉલ્લેખનિય છે કે મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં મિસિંગના આધારે તપાસ શરૂ કરાઇ છે. જેમાં મહેસાણા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. અજાણી યુવતીને અતિ ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી મૃતદેહ સળગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા જ મહેસાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હાથ તપાસ હાથ ધરી હતી.
સગીર યુવતીની લાશ સળગાવી દેવાઈ
અતિ ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારીને સગીર યુવતીની લાશ સળગાવી દેવાઈ હતી. હાલ તો પોલીસે અજાણી યુવતીના મૃતદેહની ઓળખ માટે પૂછપરછ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે.