3 હજાર કરોડના કૌભાંડમાં બે આરોપીની કોર્ટમાં જામીન અરજી
ક્રાઈમ બ્રાંચે 47 લાખની ફરિયાદનું કહ્યું
CIDએ કંપનીના ખાતામાં 98 કરોડ આવ્યાનું કહ્યું
અનિલ સ્ટાર્ચ લિસ્ટેડ કંપની હોવાથી શેર હોલ્ડરો સિવાય કોઈ પાસેથી ડિપોઝિટ લઈ શકે નહીં. જેથી તેના પ્રમોટરો દ્વારા અનિલ ટ્રેડ, સિદ્ધાર્થ કોન માર્ટ, અનિલ એગમાર્ક, અનિલ બાયોપ્લસ, અનિલ ન્યુટ્રીઅન્સ યુનિક એગમાર્ટ, અનિલ લિમિટેડ સહિતની કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. અનિલ સ્ટાર્ચના નામે આ કંપનીઓમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ડિપોઝિટરોને લોભામણી જાહેરાતો આપીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા.
રૂ.1,200 કરોડના 400 કરોડ કર્યાં તો ય કોઈ લેવાલ નથી
અનિલ સ્ટાર્ચ કંપનીને લિક્વિડેટર દ્વારા પહેલાં રૂ.1,200 કરોડમાં વેચવાની જાહેરાત આપી હતી, પરંતુ તેમાં કોઈ ખરીદનાર ન મળતા રૂ.800 કરોડમાં વેચવા માટે મુકી હતી. આ પછી તા.17-8-2021ના રોજ લિક્વિડેટરે 402 કરોડમાં વેચાણ કરવા માટે મુકી છે. જેમાં ભાગ લેવા માટેની ઈએમડી રૂ.20 કરોડ રાખવામાં આવી હતી. જો કે, આ જગ્યા ખરીદવા માટે કોઈએ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે.
અનિલ સ્ટાર્ચના પ્રમોટર્સે ભેગા મળી છ પેટા કંપનીઓ સ્થાપી હતી. બાદમાં રૂ.3,000 કરોડનું કૌભાંડ અમોલ શ્રીપાલ શેઠ દ્વારા આચરવામાં આવ્યું હતું. જેમાં ધરપકડ બાદ જેલમાંથી અમોલ શ્રાીપાલ શેઠ અને શિવપ્રસાદ કાબરાએ જીપીઆઈડી એકટના બે કેસમાં કરેલી જામીન અરજીમાં તપાસનીશ અધિકારીએ જામીન નહીં આપવા માટે એફિડેવિટ રજૂ કરી છે. સરકારે કરેલી એફ્ડિેવિટમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ સામે છેતરપિંડીના આવા જ આઠ ગુના છે. તે ગુનો કરવા ટેવાયેલા હોવાથી જામીન પર મુક્ત ન કરવા જોઇએ. આ બન્ને કેસ મામલે 2 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે.
જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી ઠગાઇની ફ્રિયાદ કેસમાં સેશન્સ કોર્ટમાં બુધવારના રોજ સુનાવણી યોજવામાં આવશે. આ કેસમાં હજુ પરાગ શાહ, શાલીભદ્ર મહેન્દ્ર શેઠ અને મનીષ નરેન્દ્રભાઈ શેઠને પકડવાના બાકી છે. અનિલ સ્ટાર્ચના પ્રમોટરોએ કરોડોનું કૌભાંડ કર્યું હોવા છતાં તપાસમાં વિસંગતતા જોવા મળી છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં છ વ્યક્તિએ 47 લાખની ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સીઆઈડી ક્રાઈમની તપાસમાં કંપનીના ખાતામાં 98 કરોડ કરતા વધુ રકમ આવ્યાનું ખૂલ્યું છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં છીંડા છે કે શું ? તેવો પ્રશ્ન ઊઠયો છે.
રાષ્ટ્રીય અને પ્રાઈવેટ બેંકોનું જ રૂ.1,575 કરોડનું કૌભાંડ આચરનાર અનિલ સ્ટાર્ચના મુખ્ય કર્તાહર્તા અમોલ શ્રાીપાલભાઈ શેઠ સામે ક્રાઈમ બ્રાંચમાં છ જણાએ માત્ર રૂ.47 લાખની ફરિયાદ કરી હોવાનો તપાસનીશ અધિકારીએ ઉલ્લેખ કર્યો છે. જયારે અનિલ સ્ટાર્ચના અમોલ શ્રાીપાલ શેઠ દ્વારા વર્ષ 2016માં અનિલ લિમિટેડ તથા અનિલ બાયોપ્લસ કંપનીના ખાતામાં કુલ રૂ.98,64,63,651 આવ્યા હતા. આ ઉપરાંત કરોડો રૂપિયા અનિલ લિમિટેડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું હતું.
બીજી તરફ અનિલ સ્ટાર્ચના મુખ્ય આરોપી અમોલ શ્રાીપાલભાઈ શેઠએ જીપીઆઈડી એકટ હેઠળના કેસમાં જામીન મેળવવા ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ તપાસનીશ અધિકારીની એફ્ડિેવિટ રજૂ કરી હતી. જેમાં એવી રજૂઆત કરી છે કે, આખુંય કૌભાંડ રૂ.47.50 લાખનું છે. તે પૈસા રિકવર કરવાના બાકી છે.
અરજદાર આરોપીએ સદર નાણાં મકાઇ ખરીદીમાં રોકાણ કરાવી સિદ્ધાર્થ કોન માર્ટ પાસેથી નાણાંનો ચેક મેળવી બાંહેધરી પેટે અનિલ ટ્રેડકોમના ચેકો તથા બિલ ઓફ્ એકસચેન્જની કોપી અપાવી છેતરપિંડી કરી છે. જે નાણાંમાંથી મકાઇ ખરીદ કરી છે કે કેમ ? કે નાણાં ક્યાં રોકાણ કરેલ છે તે બાબતે પોતાના નિવેદનમાં કોઇ હકીકત જણાવી નથી. આરોપી સામે ચેક રિટર્નના સંખ્યાબંધ કેસો પડત છે.
ઉપરાંત આઠ જેટલી ઠગાઇની પણ ફ્રિયાદો છે તેથી તે ગુનો કરવા ટેવાયેલ છે. આરોપીને જામીન આપવામાં આવે તો આવો જ ગુનો ફ્રી કરે તેવી શક્યતાઓ છે. આરોપીએ મેળવેલા નાણાં બાબતે તેઓએ કોઇ સ્થાવર મિલ્કત કે જંગમ મિલ્કત ખરીદ કરેલ છે કે કેમ ? અથવા તો કોઇ જગ્યાએ રોકાણ કરેલ છે કે કેમ ? તે બાબતે પણ પોતાની તપાસમાં કોઇ સચોટ માહિતી આપી નથી. સમગ્ર પ્રકરણમાં આરોપીનો મહત્ત્વનો અને મુખ્ય રોલ હોવાથી જામીન અરજી ફગાવવી જોઈએ. કોર્ટે આ કેસની સુનાવણી 2 ડિસેમ્બરના રોજ રાખી છે.