મહેસાણાના વસઈ ગામમાં થયો ઝઘડો : દારૂ મૂકવાની ના પાડતા થઇ મોટી બબાલ
* દારૂ ના મુકવા દેવા બાબતે થયો ઝઘડો * હોટલમાં કર્યું મોટું નુકશાન
*ઝઘડામાં હોટલ ચલાવનારને માર માર્યો મહેસાણાના વસાઈ ગામમાં ગઈકાલે સાંજના સમયે જય ગોગા હાઉસ નામની હોટલમાં થયેલી બબાલમાં હોટલ ચલાવનાર નામે ચાવડા રાજેન્દ્રસિંહ ભરતસિંહ ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક મહેસાણાના લાયન્સ હોસ્પીટલમાં લઇ ગયા હતા.
*હોટલની સામગ્રીને થયું મોટું નુકશાન મહેસાણા જીલ્લામાં આવેલા વસાઈ ગામમાં ગઈકાલે સાંજના સમયે જય ગોગા હાઉસ નામની હોટલમાં બબાલ થઇ હતી. જેમાં ઝઘડો કરનાર પરિવારે હોટલની સમગ્ર વસ્તુઓને નુકશાન પહોચાડ્યું હતું, જેમાં ટેલીવીઝન(ટીવી) ,રેફ્રીજરેટર(ફ્રીજ),ખુરશીઓ અને હોટલના ફર્નિચરને નુકશાન પહોચાડ્યું હતું.
હોટલમાં નુકશાન અને હોટલ ચલાવનારને ઈજાગ્રસ્ત કર્યા પછી આ પરિવારના લોકો ફરાર થઇ ગયા છે . તેમના વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે.
*ઝઘડો કરનાર વ્યક્તિઓના નામ : 1. રાણા ઇક્કાબા હેમુજી
2 .રાણા મોબતજી હેમૂજી
૩ .રાણા અશોકસિંહ હેમુજી
4.રાણા અજયસિંહ અશોકસિંહ
5.રાણા જયેશસિંહ મોબતજી
6. રાણા અશ્વિન સિંહ મોબતજી
અહેવાલ – ગાયત્રીબેન ઝાલા