'પતિ બહાર છે તું આવી જા,' પરિણીતાએ શારીરિક સંબંધ બાંધી, અમદાવાદના યુવક પાસેથી લાખો રુપિયા લૂંટ્યા 

Views 148

 યુવક ઘરમાં ઘૂસ્યો ત્યારે યુવતી સિવાય કોઈ નહોતું, ઘર બંધ હોવા છતાંય ઘરમાંથી બે શખ્સો નીકળ્યા અને 2.70 લાખ પડાવ્યા 

     અમદાવાદ શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને એક એપ્લિકેશનમાં યુવતીનો મેસેજ આવતા તેણે વાતચીત શરૂ કરી અને બાદમાં મુલાકાત થવા લાગી હતી. બાદમાં એક દિવસ યુવતીએ તેનો પતિ સુરત જાય છે તમે આવો કહીને યુવકને બોલાવ્યો અને ઘરમાં બેડરૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં બંધ ઘરમાંથી બે શખ્સો બહાર આવ્યા અને યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી પાંચ લાખની માંગ કરી 2.70 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર બાબતને લઈને યુવકે ફરિયાદ આપતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના આંબાવાડીમાં રહેતો 30 વર્ષીય યુવક અસારવામાં દુકાન ધરાવી વેપાર કરે છે. વિસ દિવસ પહેલા આ યુવકને મોબાઇલ ફોનમાં કવેક-કવેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો. બાદમાં કવિતા અને આ યુવક વચ્ચે વાતચીત થઈ હતી અને કવિતા સાથે આ યુવકને મિત્રતા થઈ હતી. બાદમાં એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી Instagram તથા WhatsApp પર  યુવક કવિતા સાથે વાતો કરતો હતો. બાર દિવસ પહેલા કવિતાએ આ યુવકને વોટ્સએપ ઉપર મેસેજ કરી તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને યુવકને ઘરે બોલાવ્યો હતો. જેથી યુવક આ કવિતાના ચાંદખેડા તેના ઘરે ગયો હતો. જ્યાં તેની સાથે વાત કરી કોફી પીને આ યુવક ત્યાંથી નીકળી ગયો હતો. 

ત્યારબાદ થોડા દિવસ પછી કવિતાએ WhatsApp માં આ યુવકને જણાવ્યું હતું કે, કાલે તમે મારા ઘરે આવી જાઓ મારા પતિ સુરત ગયા છે. મારે તમારી સાથે વાતચીત કરવી છે. જેથી આ યુવક બપોરના સમયે કવિતાના ઘરે ગયો હતો. ત્યાં બેસી તેની સાથે વાત કરતો હતો. ત્યારે આ યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી યુવકને બેડરૂમમાં લઈ ગઈ હતી અને પોતાના કપડા ઉતારી યુવકનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ યુવક અને કવિતા વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.શારીરિક સંબંધ બંધાયા બાદ ઘરનો દરવાજો બંધ હોવા છતાં અચાનક એક શખ્સ અંદર આવી ગયો હતો અને યુવક સાથે મારા મારી કરવા લાગ્યો હતો અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. ત્યારબાદ બીજો એક વ્યક્તિ પણ આવ્યો જેણે પોતાની ઓળખ રમેશ તરીકે આપી પોતે વકીલ હોવાનું કહી માર મારવા લાગ્યો હતો. બાદમાં યુવકનો ફોન આ શખ્સોએ લઈ લીધો અને રમેશે આ યુવકને કહ્યું કે, પાંચ લાખ રૂપિયા આપ નહીં તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું.
ત્યારે યુવકે કહ્યું મારી પાસે પાંચ લાખ રૂપિયા નથી ત્યારે રમેશની સાથે રહેલા અન્ય એક શખશે 70 હજાર રૂપિયા માંગી સેટલમેન્ટ કરાવી આપવાની ઓફર આપી હતી. જેથી યુવકે 70 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં શખ્સોએ આ યુવક પાસે બે લાખ રૂપિયા માગતા યુવકે બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ પછી Instagram ઉપર આ યુવકને મેસેજ આવ્યો હતો કે “તું ડર મત તેરા પ્રુફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ ડર રહા હૈ” તેવું કહી વધુ પૈસા માગતા યુવકે તેને બ્લોક કરી દીધો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કવિતા રમેશ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

                                                                                                                      અહેવાલ – કિરણગીરી ગોસ્વામી 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *