દંપતીની ગુંડાગીરી:ગાંધીનગરના માથાભારે ઈસમની પત્નીએ સેકટર-21ના ભરબજારમાં વેપારીને લાફા ઝીંકી દીધા, મર્ડર કરવાની પણ ધમકી આપી

Views 166

દંપતીની ગુંડાગીરી:ગાંધીનગરના માથાભારે ઈસમની પત્નીએ સેકટર-21ના ભરબજારમાં વેપારીને લાફા ઝીંકી દીધા, મર્ડર કરવાની પણ ધમકી આપી

  • પત્નીનું ઉપરાણું લઈને માથાભારે ઈસમે પણ સાગરિતો સાથે બજારમાં પહોંચી જઈ ભયનો માહોલ ઉભો કર્યો

     ગાંધીનગરમાં માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરૂદિનની પત્નીએ પણ નજીવી બાબતે સેકટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગનાં ભરબજારમાં સાડીના વેપારીને ત્રણ લાફા ઝીંકી દઈ મર્ડર કરવાની પણ ધાક ધમકી આપી હતી. ત્યારે પત્નીનું ઉપરાણું લઈને માથાભારે ઈસમે પણ સાગરિતો સાથે બજારમાં પહોંચી જઈ ભયનો માહોલ ઉભો કરતા વેપારીને દુકાન અંદરથી બંધ કરી દેવાની નોબત આવી હતી. આ મામલે સેકટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

*ભરબજારે ગુંડાગીરી
ગાંધીનગર શહેરમાં એકસમયે માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરુદીનની પત્ની ફાલ્ગુનીએ સેકટર-21નાં ભરબજારમાં સાડીના વેપારીને લાફા ઝીંકી દઈ ગુંડાગીરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સેકટર-22 આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા વીંકેશ વસંતભાઈ શેઠ સેકટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં રૂપશ્રી સાડી નામની દુકાન ચલાવે છે. જેની દુકાનની ઉપરના માળે કમરુદિનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે.

*ફાલ્ગુનીની ગુંડાગીરી જોઈએ આસપાસના વેપારીઓ પણ ડગાઈ ગયા
બુધવારેની રાત્રે વીંકેશ તેની દુકાને હાજર હતો. એ સમયે તેના કારીગરો પણ દુકાનમાં હતા. ત્યારે ફાલ્ગુની દુકાને પહોંચી હતી. આથી વીંકેશે પોતાની દુકાન આગળ દબાણ નહીં કરવાં માટે કહ્યું હતું. આ સાંભળીને ફાલ્ગુનીએ વીંકેશને બિભત્સ ગાળો ભાંડી હતી. જેથી તેણે ગાળો બોલવાની ના પાડતાં ફાલ્ગુની વધુ ઉશ્કેરાઈ ગઈ હતી. અને ભરબજારમાં વીંકેશને ત્રણ લાફા ઝીંકી મર્ડર કરવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. ત્યારે ફાલ્ગુનીની ગુંડાગીરી જોઈએ આસપાસના વેપારીઓ પણ ડગાઈ ગયા હતા.

*કમરુદિન પણ સાગરિતો સાથે ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં પહોંચી ગયો
આટલું ઓછું હોય તેમ કમરુદિન પણ સાગરિતો સાથે ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં પહોંચી ગયો હતો અને પત્નીનું ઉપરાણું લઈ વીંકેશને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. જેનાં પગલે વીંકેશ ગભરાઈ જઈને પોતાની દુકાનનું શટર અંદરથી બંધ કરીને જીવ બચાવ્યો હતો. બાદમાં રાત્રે વીંકેશ ઘરે ગયો હતો. તો કમરુદિન અને તેના માણસો તકરારી, ઝનૂની અને બોલે તેવું કરતાં હોવાથી પોતાનું મર્ડર થઈ જશે તેવો ડર લાગતાં વીંકેશ શેઠે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

                                                                                                                                                                                      અહેવાલ – તેજાજી ચૌહાણ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *