કેમરૂનમાં સ્ટેડિયમ બહાર નાસભાગ થતાં 6નાં મોત, નાનાં બાળકો સહિત 40 ઘાયલની સ્થિતિ ગંભીર ફૂટબોલ મેચ દરમિયાન મોટી દુર્ઘટના

Views 172

કેમરૂને કોમોરોસને હરાવીને મેચ 2-1થી જીતી લીધી

કેમરૂનમાં આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમની બહાર નાસભાગ મચી જવાથી છ લોકોનાં મોત થયાં હતાં અને 40 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. આ ઘટના સોમવારે કેમરૂનની રાજધાનીના ઓલેમ્બો સ્ટેડિયમમાં બની હતી.

ફૂટબોલ મેચ અંદર ચાલુ રહી અને બહાર લોકો બાળકોને કચડીને જીવ બચાવવા ભાગ્યા.
                                       ફૂટબોલ મેચ અંદર ચાલુ રહી અને બહાર લોકો બાળકોને કચડીને જીવ બચાવવા ભાગ્યા.

24 જાન્યુઆરીના રોજ અંતિમ-16 રાઉન્ડની મેચ કેમરૂન અને કોમોરોસ વચ્ચે હતી. આ મેચ જોવા લોકો એકઠા થયા હતા. દરમિયાન એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ હતી. કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

નાસભાગમાં બાળકો ઈજાગ્રસ્ત
ઓલેમ્બે સ્ટેડિયમની કુલ ક્ષમતા 60 હજાર દર્શકની છે. વળી, કોરોનાને કારણે અહીં 80 ટકા દર્શકોને જ મેચ જોવાની અનુમતિ આપવામાં આવી હતી. એેવામાં પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે 50 હજારથી વધુ લોકો મેચ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી જવા પામી ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બાળકોને પણ કચડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે 40 ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે કેમરૂનની ટીમ ક્વોલિફાય કરવાની રેસમાં પોતાના ગ્રુપમાં સૌથી છેલ્લા ક્રમાંક પર છે. તેવામાં કોમોરોસ સામે જીતની સાથે કેમરૂન ક્વાર્ટરફાઈનલમાં પહોંચી ગયું હોઈ, જેથી દર્શકો આ રોમાંચક મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે મેચ જોવા પહોંચ્યા હતા.

ઘાયલોમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર
કેમરૂનની સેન્ટ્રલ રીજનના ગવર્નર નસેરી પોલ બિયાના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં ઘાયલ લોકોની સ્થિતિ ઘણી ગંભીર છે. કોન્ફેડરેશન ઓફ આફ્રિકન ફૂટબોલે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે અમે ઘટના કેવી રીતે બની એની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છીએ.

કેમરૂને આ મેચ જીતી લીધી

  • ઘટના બાદ પણ સ્ટેડિયમની અંદર મેચ ચાલુ રહી હતી. કેમરૂને કોમોરોસને હરાવીને મેચ 2-1થી જીતી લીધી હતી.
  • આ ઘટના પહેલાં પણ આફ્રિકા કપ ઓફ નેશન્સ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં પણ ચર્ચામાં રહ્યું હતું.
  • 14 જાન્યુઆરીએ ઘાના અને ગેબોન વચ્ચે રમાયેલી મેચ પછી બંને ટીમો એકબીજાની સામસામે હતી. આ ઘટનામાં એક ખેલાડીને રેડ કાર્ડ પણ બતાવવામાં આવ્યું હતું.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *