પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 237 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 238 રન બનાવી મેચને જીતી લીધી હતી. વિકેટના હિસાબથી ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ આ સૌથી મોટી જીત છે. આ પહેલા પાકિસ્તાન વિરૂદ્ધ ભારત છ વખત આઠ વિકેટથી જીતી ચુક્યુ છે.
પાકિસ્તાન વિરૂદ્ધ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી
– ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને પાકિસ્તાન વિરૂદ્ધ પ્રથમ વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરી હતી. બન્નેએ 210 રન જોડ્યા હતા. આ પહેલા પાકિસ્તાન વિરૂદ્ધ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ પ્રથમ વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી છે.
– પાકિસ્તાન વિરૂદ્ધ આ કોઇ પણ વિકેટ માટે ભારતની બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધૂએ શારજાહમાં 1996માં બીજી વિકેટ માટે 231 રન જોડ્યા હતા.
100+ની ભાગીદારીમાં રોહિત-શિખર ધવને સચિન-સેહવાગને પાછળ છોડ્યા
– રોહિત શર્મા અને શિખર ધવને વન ડેમાં 13મી વખત સદીની ભાગીદારી કરી છે. બન્નેએ સેહવાગ અને સચિનની 12 સદીની ભાગીદારીના રેકોર્ડને પાછળ છોડ્યો હતો. વન ડેમાં સૌથી વધુ 21 સદીની ભાગીદારીનો રેકોર્ડ સચિન અને સૌરવ ગાંગુલીના નામે છે.
2 મેચમાં 2 સૌથી મોટી જીતનો રેકોર્ડ
ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ સતત બે મેચમાં 2 સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. 19 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ 126 બોલ બાકી રહેતા મુકાબલો જીતી લીધો હતો. બોલના હિસાબથી આ સૌથી મોટી જીત હતી.
શિખર ધવન મેન ઓફ ધ મેચ
શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધવનના એશિયા કપમાં 327 રન થઇ ગયા છે. એક એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે. જયસૂર્યાએ 2008માં 378 રન બનાવ્યા હતા. આ મામલે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડની બરાબરી કરવાથી તે માત્ર 51 રન પાછળ છે.
ભારતે પાકિસ્તાનને હરાવી એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી,વિકેટ મામલે પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની સૌથી મોટી જીત
Views 57