પ્રસૂતિ બાદ તીવ્ર તાવ અને માથાનો દુખાવો, પેટના નીચેના ભાગમાં દુખાવો, ભૂખ ન લાગવી જેવાં લક્ષણો જોવા મળે તો બેદરકારી કરવી નહીં અને ધ્યાન આપવું. અવારનવાર લોકો તેને નબળાઈ ગણીને અવગણના કરતા હોય છે, પરંતુ તે નબળાઈનું કારણ નથી ચેપનાં ચિહ્નો પણ હોઈ શકે છે. તેની અવગણના કરવાથી કે સારવારમાં ઢીલ કરવાથી ચેપ લોહીમાં ભળી જાય છે. લોહીમાં ચેપ લાગવાથી મૃત્યુનું જોખમ રહે છે. માટે ડિલિવરી બાદ આવતા તાવની સારવાર લેવામાં ઢીલ ન કરવી. પ્રસૂતિના છ સપ્તાહ બાદના સમયને પોસ્ટપાર્ટમ પિરિયડ કહે છે. આ પિરિયડમાં થતા મોટાભાગના રોગ પ્રસૂતિ સંબંધિત હોય છે. ગાયનેકોલોજિસ્ટ નીલમ જૈન જણાવી રહ્યાં છે આ સમસ્યા વિશે.
ગર્ભાશયનું કદ બદલાઈ જાય છે
પ્રસૂતિ બાદ ગર્ભાશય ઝડપથી સંકોચાય છે, પરંતુ ચેપને કારણે ગર્ભાશયની સાઇઝ નોર્મલ કરતાં વધુ રહે છે અને રક્તસ્રાવ વધુ થાય છે. સામાન્ય રીતે આઠથી દસ દિવસમાં આ રક્તસ્રાવ ઓછો થઈ જાય છે. તેની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. સેપ્ટિસિમિયા થઈ જાય તો દર્દીનું મૃત્યુ નીપજી શકે છે. ડિલિવરીના છ સપ્તાહ બાદનો સમય પોસ્ટપાર્ટમ પિરિયડ કહેવાય છે
પ્રસૂતિ બાદ તાવ, માથાનો દુખાવો, પેડુમાં દુખાવો થાય તો બેદરકારી ન કરતાં,નહીં તો ગંભીર સમસ્યાથઈ શકે છે
Views 131