શિક્ષણમંત્રી: પ્રિ-પ્રાઇમરીને ફી નિયમન કાયદામાં ન સમાવવી સરકારની ભૂલ

Views 63

ફી રેગ્યુલેશન કમિટીએ કેટલીક પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની ફી મંજુર કરતા વાલી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. સ્વતંત્ર પ્રિ-પ્રાઈમરી સ્કૂલો અંગે કોઈ પોલિસિ નથી અને ફી સ્લેબમાં તેનો ઉલ્લેખ નથી. આ સ્કૂલોને ફી કાયદામાં ન સમાવવી સરકારની ભૂલ હોવાનું સ્વીકારી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ભૂલ સુધારી લેવાની વાત કરી છે.
પ્રાથમિક સ્કૂલ ધરાવતી પ્રિ-પ્રાઈમરીની ફી નક્કી કરી છે
એફઆરસીના સૂત્રોએ જણાવ્યું કે, એફઆરસી દ્વારા પ્રાથમિક અને પ્રિ-પ્રાઇમરી એક સાથે હોય તેની ફી નક્કી કરવામાં આવી રહી છે. જ્યારે કે સ્વતંત્ર રીતે ચાલતી પ્રિ પ્રાઇમરી સ્કૂલોની ફી એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવતી નથી. અત્યારે એફઆરસી ફી નિયમનના નિયમો પ્રમાણે જ કામ કરે છે.
વાલી મંડળોનો આક્ષેપ છે કે સરકાર પાસે પ્રિ-પ્રાઇમરી એજ્યુકેશનની કોઇ પોલિસી નથી તો કયાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફી નક્કી કરવામાં આવે છે. સાથે સરકાર દ્વારા ફી સ્લેબમાં પ્રિ-પ્રાઇમરી એજ્યુકેશનનો શા માટે ઉલ્લેખ કરાયો નથી. વાલી અગ્રણી પ્રકાશ કાપડીયાએ જણાવ્યું હતું કે, સરકાર પાસે પ્રિ-પ્રાઇમરી સ્કૂલોના કરીક્યુલમ, ક્લાસમાં આપવામાં આવતી ફેસેલિટી, કોર્સ, એક્ઝામનું શિડ્યુઅલ, કેમ્પસની મર્યાદાઓ, શિક્ષકોનું ક્વોલિફિકેશન વગેરે જે બાબતો પ્રાથમિક શાળાઓ માટે નક્કી કરવામાં આવી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *