પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો અટકવાનું નામ જ નથી લેતા. મંગળવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસા મોંઘુ થયું છે જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે. આમ, હવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ. 82.16 અને ડીઝલનો ભાલ રૂ. 73.87 થઈ ગયો છે.
મુંબઈમાં પણ એ જ પ્રમાણે પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે. અહીં પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂ. 89.54 અને ડીઝલનો ભાવ 78.42 થઈ ગયો છે.
તેલ કંપનીઓએ તેમની ચૂકવણી ડોલરમાં કરવાની હોય છે. આ સ્થિતિમાં રૂપિયો નબળો પડવાથી કંપનીઓને તેમના માર્જિન પૂરા કરવા ઈંધણના ભાવમાં રોજ થોડા ફેરફાર કરવા પડે છે અને તેના કારણે ઈંધણની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
આજે ફરી વધ્યા ઈંધણના ભાવ, મુંબઈમાં રૂ. 89.54 દિલ્હીમાં લિટર પેટ્રોલની કિંમત રૂ. 82.16
Views 66