મુંબઈમાં પેટ્રોલના ભાવ સોમવારે રૂપિયા 90ને ક્રોસ કરી ગયો અહીં પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો વધારો થઈને લિટર દીઠ પેટ્રોલની કિંમત 90.08 થઈ ગઈ છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલના ભાવમાં 11 પૈસાનો વધારો થયો છે. અહીં લિટર દીઠ પેટ્રોલની કિંમત 82.72 થઈ ગઈ છે. તેલ કંપનીઓએ સતત પાંચમાં દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે.
બે મહિનામાં એક દિવસ પણ સસ્તું ન થયું પેટ્રોલ
– 28 જુલાઈ પછી દિલ્હી-મુંબઈમાં પેટ્રોલ-ડીઝલમાં એક દિવસ પણ ઘટાડો નથી થયો. આ દરમિયાન ભાવમાં વધારો થયો છે અથવા સ્થીર રહ્યા છે. આ દરમિયાન મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 6.47 પૈસાનો વધારો થયો છે.