હાર્દિકે ઉપવાસ માટે પોતાનાઘર ‘છત્રપતિ નિવાસ’ ઉપવાસ કરવા સમિયાણો બાંધ્યો હતો. પરંતુ પોલીસે સમિયાણો દૂર કરીને તેના પ્લાન પર પાણી ફેરવી નાંખ્યું હતું. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટથી પાસનો કન્વીનર હાર્દિક આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. આ માટે તેમણે ગ્રાઉન્ડની માંગણી કરી હતી પરંતુ ન મળતાં ગાંધીનગર પર કળશ ઢોળ્યો હતો. પરંતુ ત્યાં પણ ન મળતો વચ્ચેનો માર્ગ કાઢીને તેણે તેના નિવાસે જ વ્યવસ્થા કરી હતી. પરંતુ પોલીસે તેના સમિયાણાને દૂર કરતાં તેના ઉપવાસ આંદોલન પર લગામ લગાવી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવાશેઃ કલેક્ટર
ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે, અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ દરમિયાન ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી આપવી કે નહીં, તે બાબતે પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.
50 દિવસ અગાઉ કરી હતી અરજી
હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત બાદ 50થી પણ વધુ દિવસ પહેલા કોર્પોરેશનના પ્લોટની ફાળવણી અંગે અરજી કરવામાં આવી હતી, પરંતુ તે ફાળવવામાં આવ્યો ન હતો.
હાર્દિકના પ્લાન પર પાણી ફરી વળ્યું
Views 72