એશિયા કપ 2018માં ભારતીય ટીમ 18 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે મેચ રમી ટૂર્નામેન્ટમાં પ્રારંભ કરશે. 19 સપ્ટેમ્બરે ભારત કટ્ટર પાકિસ્તાન સામે ટકરાશે. ભારત 6 વખત એશિયા કપનો ખિતાબ જીતી ચુક્યુ છે. દરમિયાન અમે તમને એશિયા કપમાં 6 એવા ભારતીય ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જેના પર નજર રહેશે.
એમએસ ધોની
વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીનો પણ એશિયા કપમાં શાનદાર રેકોર્ડ છે. બેસ્ટ ફિનિશર ગણાતા આ બેટ્સમેને 18 મેચમાં (વન ડે અને ટી-20 મળીને) 16 ઇનિંગમાં 102.16ની એવરેજથી 613 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન માત્ર સચિન તેંડુલકર (971 રન) અને વિરાટ કોહલી (766) બનાવ્યા છે. બીજી તરફ સ્ટ્રેટેજી કિંગ ધોની રણનીતિ મામલે પણ રોહિત શર્માની મદદ કરતો નજરે પડશે.
રોહિત શર્મા
રોહિત શર્મા પ્રથમ વખત આવી કોઇ મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ઉપર ઓપનિંગમાં સારી શરૂઆત અપાવવા સિવાય કેપ્ટન્સીનો વધુ દબાણ રહેશે. રોહિત શર્માએ અત્યાર સુધી 3 વન ડે (તમામ મેચ શ્રીલંકા વિરૂદ્ધ ડિસેમ્બર 2017)માં ભારતની કેપ્ટન્સી કરી હતી જેમાં 2 મેચમાં જીત મળી હતી.
અંબાતી રાયુડૂ
અંબાતી રાયુડૂને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી શકે છે. આઇપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતા તેને ટીમને ચેમ્પિયન બનાવી હતી.
જસપ્રિત બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટોચનું સ્થાન યથાવત રાખવા માટે સારૂ પ્રદર્શન કરવુ જરૂરી છે. એશિયા કપમાં તેને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીનો પડકાર મળશે.
એશિયા કપમાં ધોની-રોહિત શર્મા સહિત ભારતીય ખેલાડી પર નજર, બનાવી શકે છે રેકોર્ડ
Views 65