અમદાવાદના હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ગેસના સિલિન઼્ડર ફાટવાથી ભીષણ આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ફાયર વિભાગને જાણ કરાતા 3 ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. આગના મોટા ધુમાડા ઉડી રહ્યાં છે.
લોકોમાં દોડધામ મચી
હિમાલયા મોલ પાસે આગ લાગવાથી લોકોમાં દોડભાગ મચી હતી. મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગી ગયા હતા. સાથે જ શ્રીજી ટાવર પાસે મેટ્રોનું કામ પણ ચાલુ છે.
અમદાવાદના શ્રીજી ટાવરમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા
Views 59